આતંકી હુમલા પછી લોકો શેરીઓમાં ઉતરી આવ્યા, તો સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના ધ્વજ માટે આ આવે છે સર્ચમાં

આતંકીઓ દ્વારા પુલવામામાં કરાયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા પછી લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને સોશિયલ  મીડિયામાં પણ તેની પર આક્રોશ ઠાલવ્યો હતો. 

માઇક્રો બ્લોગિંગ ટ્વિટર પર besttoiletpaperintheworld  હેશટેંગ ટ્રેન્ડ ચાલી રહ્યું હતું. ગુગલ પર વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ટોયલેટ પેપર કર્યો તે અંગે રિસર્ચ કરતાં પાકિસ્તાનનો ધ્વજ આવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ idiot સર્ચ કરતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો ફોટો આવતો હતો.

ગુગલ પર કોઇ ટિખળીખોરે besttoiletpaperintheworld  સર્ચ કરતાં  એને પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ જોવા મળતાં લોકો આશ્ચર્ય ચકીત થઇ ગયા હતા. જોતજોતાંમાં ટ્વિટર પર પણ besttoiletpaperintheworld  ટ્રેન્ડ શરૃ થઇ ગયું હતું. અગાઉ ગુગલ એલ્ગોરિયમે ખોટું પરિણામ દેખાડ્યું હતું.

ગયા વર્ષે idiot સર્ચ કરતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો ફોટો આવતો હતો. આમ આજે હેશટેંગ પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને જોઇને લોકો અચંબામાં પડી ગયા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter