GSTV

દુ:ખદ સમાચાર/ જેમ્સ બૉન્ડનું પાત્ર ભજવનાર 90 વર્ષિય સૉન કોનેરીનું નિધન, બ્રિટેનના મહારાણીએ આપ્યું હતું આ સન્માન

જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનાર અભિનેતા સીન કોનેરીનું 90 વર્ષની ઉંમરમાં બહામસમાં નિધન થયુ છે. તેમણે છ ફિલ્મોમાં જેમ્સ બોન્ડનું પાત્ર ભજવ્યુ છે. સીનને ઓસ્કાર, બાફ્ટા અને ત્રણ ગોલ્ડ ગ્લોબ સહિત કેટલાય પુરસ્કાર મળ્યા છે. તેમના દિકરા જૈસન કોનેરીએ જણાવ્યુ હતું કે, છેલ્લા થોડા સમયથી તેઓ બિમાર હતા. બોન્ડ ઉપરાંત સર સીન કોનેરીએ દ અનટચેબલ્સ, દ હંટ ફોર રેડ અક્ટૂબર, ઈંડિયાના જોંસ, દ લાસ્ટ ક્રૂસેડ અને દ રોકમાં યાદગાર ભૂમિકા નિભાવી છે.

સર સીનને દ અનટચેબલ્સ માટે પહેલી વાર 1988માં ઓસ્કાર મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે આરીશ પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી. આ વર્ષે જ ઓગસ્ટમાં તેમણે પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. કોનેરીને વર્ષ 2000માં હોલીરૂડ પેલેસમાં બ્રિટેનની મહારાણી દ્વારા નાઈટહૂડની ઉપાધિ પણ આપવામાં આવી હતી.

અભિનયમાં શાનદાર એક્ટીંગ કર્યા બાદ લાંબા સમય સુધી તેમણે સ્કોટલેન્ડની આઝાદીનું સમર્થન કરતી રાજકીય પાર્ટીનો પણ સાથ આપ્યો હતો. સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી નિકોલાસા સ્ટર્ગને સીન કોનેરીના નિધનને પર્સનલ ખોટ ગણાવી હતી. તેમણે કહ્યુ હતું કે, દેશે એક શાનદાર દિકરો ખોયો છે. હાલમાં જ એક સર્વેક્ષણમાં સામે આવ્યુ છે કે, જેમ્સ બોન઼્ડનું પાત્ર નિભાવવામાં સૌથી શાનદાર અભિનય કોનો ? જેમાં સીન કોનેરી પ્રથમ નંબરે આવ્યા હતા. સીન કોનેરીને 44 ટકા વોટ મળ્યા હતા.

આ ફિલ્મોમાં બન્યા હતા 007

ડૉક્ટર નો
ફ્રોમ રશિયા વિથ લવ
ગોલ્ડફિંગર
થંડરબોલ
યુ ઓનલી લિવ ટ્વાઈસ
ડાયમંડ્સ ઓર ફોરેવર

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!