કર્ણાટક હાઈકોર્ટે ”પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડીયા” (પી.એફ.આઈ)ને ગજબનો ફટકો માર્યો છે. કેન્દ્ર સરકારે તે સંગઠન ઉપર લગાડેલો પ્રતિબંધ યોગ્ય માની ચાલુ રહેવા દીધો છે.
કેન્દ્રના ગૃહ-મંત્રાલયે પી.એફ.આઈ. ઉપર લગાડેલા પ્રતિબંધને પડકારતી એક અરજી તેણે હાઈકોર્ટમાં રજૂ કરી હતી.
કેન્દ્ર સરકારે યુએમીએની કલમ ૩(૧) નીચે તેને મળેલા અધિકાર પ્રમાણે પી.એફ.આઈ. અને તેને સંબંધિત તમામ એકમો ઉપર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુક્યા છે. તેને પડકારતી એક અરજી પી.એફ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નાસીર પાશાએ હાઈકોર્ટમાં પડકારી હતી, પરંતુ હાઈકોર્ટે તે અરજી ફગાવી દીધી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એન.આઈ.એ.) દ્વારા જબરજસ્ત કાર્યવાહી હાથ ધરી દેશભરનાં પીએફઆઈનાં ૧૫૦ જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા. તેણે રાઉફને પલક્કડ જીલ્લાના પટાંબીમાં આવેલા રાઉફનાં ઘરમાંથી જ રાઉફની ધરપકડ કરી હતી. આ કેસમાં રાઉફ ૧૩મો આરોપી છે. કરેલના પીએફઆઈ સાથે સંલગ્ન તેણે રાઉફ કેટલાએ મહિનાઓથી ફરાર હતો.
આ રાઉફની ધરપકડ અંગે એન.આઈ.એ. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે ”વૈકલ્પિક-ન્યાય-પ્રણાલી”નો પ્રચાર કરતો હતો. જે ક્રીમીનલ ફોર્સઝને યોગ્ય ઠરાવે છે. તેથી લોકોમાં ભય અને તણાવ પ્રસરી રહ્યા છે. તે યુવાનોને લશ્કર-એ-તૈયબા (એલ.ઈ.ટી.) તથા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા (આઈએસઆઈએસ)માં ભર્તી થવા માટે પ્રોત્સાહિત કરે છે.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું