GSTV

સી પ્લેન ઉદ્ઘાટન બાદ મુસાફરો માટે ઉડશે કે નહીં? : 4800 ખર્ચીને જવા માગશો તો પણ નહીં બેસી શકો, છે બધુ અદ્ધરતાલ

Last Updated on October 28, 2020 by pratik shah

અમદાવાદ-કેવડિયા વચ્ચે શરૂ થનારા સી પ્લેનનું ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. જોકે, ઉદ્ઘાટન થયાના બીજા જ દિવસે સી પ્લેન દ્વારા અમદાવાદથી કેવડિયા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તેવું શક્ય ન પણ બને તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. કોઇપણ પેસેન્જરને એરક્રાફ્ટમાં મુસાફરોને બેસાડવા માટે ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશનની મંજૂરી લેવી પડતી હોય છે.

4800 ખર્ચીને જવા માગશો તો પણ નહીં બેસી શકો

રાજ્યમાં સી-પ્લેનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ મામલે તંત્રે ટીકિટી ભાડુ પણ નક્કી કર્યું છે. ત્યારે બીજી તરફ અમદાવાદથી કેવડિયા સુધી શરૂ થનારા સી પ્લેનનું ભાડું 4  હજાર 800 રૂપિયા  હોવાનું સામે આવ્યુ છે. નોંધનીય છે કે આટલો ઉંચો દર રાખવા છત્તાં પણ અમુક સુવિધાઓથી મુસાફરો વંચિત રહેશે. જેમાં પ્લેનમાં ચા કે નાસ્તો પણ નહી મળે. આ માટે પ્રવાસીઓએ વધુ રૂપિયા ખર્ચવા પડશે.

મુસાફરના બેસવા અંગે ડીજીસીએ દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવેલી નથી

ગુજરાતમાં વાજતે-ગાજતે સી પ્લેનનું આગમન તો થઇ ગયું છે પણ તેમાં મુસાફરના બેસવા અંગે ડીજીસીએ દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવેલી નથી. આ અંગે એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સી પ્લેનને હજુ કેટલાક ક્લિયરન્સ મળવાના બાકી છે અને તેમાં સી પ્લેનમાં મુસાફરોના બેસવાનો પણ સમાવેશ થાય છે. જોકે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલીક ઔપચારિક્તા પૂર્ણ કરતાં જ ડીજીસીએ દ્વારા સી પ્લેનમાં મુસાફરોને બેસવા માટે મંજૂરી આપી દેવામાં આવશે.

રિવરફ્રન્ટથી  કેવડિયા 
૮ઃ૦૦ વાગ્યે ૮ઃ૪૫ વાગ્યે 
૧૦ઃ૩૦ વાગ્યે ૧૧ઃ૧૫ વાગ્યે 
૧ઃ૩૦ વાગ્યે ૨ઃ૧૫ વાગ્યે 
૪ઃ૦૦ વાગ્યે ૪ઃ૪૫ વાગ્યે 
    
સી-પ્લેનનું સંભવિત સમય પત્રક   
કેવડિયાથી  રિવરફ્રન્ટ 
૯ઃ૧૫ વાગ્યે ૧૦ઃ૦૦ વાગ્યે 
૧૧ઃ૪૫ વાગ્યે ૧૨ઃ૩૦ વાગ્યે 
૨ઃ૪૫ વાગ્યે ૩ઃ૩૦ વાગ્યે 
૫ઃ૧૫ વાગ્યે ૬ઃ૦૦ વાગ્યે

ઉંચો દર રાખવા છત્તાં પણ અમુક સુવિધાઓથી મુસાફરો વંચિત રહેશે.

આ વિમાન 50 વર્ષ જૂનું હોવાનું સામે આવ્યુ છે. પરંતુ તેનું આયુષ્ય લાંબુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મુંબઈ-દિલ્હીની ફ્લાઈટમાં 2500થી 3 હજાર ભાડું હોય છે પણ ચા-નાસ્તો ઓફર કરાય છે. ત્યારે સી-પ્લેનમાં આવી કોઈપણ પ્રકારની સુવિધા મળવાની નથી. મળતી માહિતી પ્રમાણે સી-પ્લેનમાં કમ્પ્યૂટર કંટ્રોલ સિસ્ટમ ન હોવાની સાથે તે ઓછી ઉંચાઈ પર ઉડતું હોવાથી તેનું સંપૂર્ણ નિયંત્રણ પાયલટના હાથમાં જ હોય છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર: આજે 2 વાગ્યે જાહેર થશે CBSE ધોરણ 12નું પરિણામ

Pravin Makwana

માર્ક્સની માથાકૂટનો મુદ્દો પહોંચ્યો હાઇકોર્ટ, ગણતરીમાં ભૂલ હોવાની અરજી મામલે ગુજરાત યુનિ.ને કરાયું આ ફરમાન

Dhruv Brahmbhatt

વિધાનસભા ચૂંટણી 2022 / પાટીદાર-OBC મતદારોને રીઝવવાના ભાજપના પ્રયાસો શરૂ, પાંચ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં તાણશે ડેરાતંબુ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!