સી-પ્લેનના ભાડાને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સી-પ્લેનનું ભાડું 1500 રૂપિયા નહી રહે. ડિમાન્ડ પ્રમાણે સી-પ્લેનના ભાડામાં વધઘટ થશે. અને સમયાંતરે સી-પ્લેનનું ભાડું બદલાતું રહશે. સામાન્ય ફ્લાઈટની જેમ સી-પ્લેનના ભાડામાં વધઘટ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, પહેલા સી-પ્લેનનું ભાડું 4 હજાર 800 હતુ જે બાદ ફ્લાઈટનું ભાડું 1 હજાર 500 કરવામાં આવ્યુ હતુ. જોકે, હવે કોમર્શિયલ ફ્લાઈટની જેમ સી-પ્લેનનું ભાડું વધઘટ થશે.

- સી-પ્લેનનું ભાડું ૧૫૦૦ રૂપિયા ફિક્સ નહીં રહે: સૂત્ર
- સી-પ્લેનનું ભાડું ૧૫૦૦ રૂપિયા ફિક્સ નહીં રહે: સૂત્ર
- ડિમાન્ડ પ્રમાણે સી-પ્લેનના ભાડામાં થશે વધઘટ: સૂત્ર
- સમયાંતરે સી-પ્લેનનું ભાડું બદલાતું રહેશે: સૂત્ર
- સામાન્ય ફ્લાઈટની જેમ સી-પ્લેનના ભાડામાં થશે વધઘટ: સૂત્ર
પીએમ મોદીના હસ્તે સી-પ્લેન સેવાનું લોકાર્પણ
આખરે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે ક્ષણ આવી પહોંચી છે. પીએમ મોદીએ કેવડિયાથી સીપ્લેનનું ઉદ્ઘાટન કર્યુ છે. મારફતે અમદાવાતના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચશે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે સી-પ્લેનનું ઉદ્ઘાટન કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતેથી સી દેશના પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ કર્યું. કેવડિયાથી સી-પ્લેનમા બેસીને સાબરમતી રિવરફ્રન્ટ આવી રહ્યા છે.ગુજરાતના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટનો વિધિવત પ્રારંભ થયો છે. સરદાર પટેલની જન્મજયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેન પ્રોજેક્ટનું લોકાર્પણ કરી ગુજરાતને ભેટ અર્પણ કરી.

પીએમ મોદી કેવડિયાથી સાબરમતીની સી-પ્લેનની સર્વપ્રથમ ઉડાનના સૌપ્રથમ પ્રવાસી બન્યા. સી-પ્લેનમાં સવાર થતાં પહેલા પીએમ મોદીએ કેવડિયામાં ઉપસ્થિત અધિકારીઓ પાસેથી સી-પ્લેન પ્રોજેક્ટ અંગેની ઝીણવટપૂર્વકની માહિતી મેળવી. અમદાવાદથી કેવડિયા અને કેવડિયાથી અમદાવાદ એમ દરરોજ ચાર વખત સી-પ્લેન ઉડાન ભરશે. મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે તો ઉડાન વધારવામાં આવશે. સરકારે સી-પ્લેન સેવાને પ્રોત્સાહન મળે તે માટે ભાડામાં ઘરખમ ઘટાડો કરીને 1500 રૂપિયા ભાડું નક્કી કર્યું છે.
Read Also
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી