GSTV

રાજ્ય સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં કરાયો ધરખમ ઘટાડો, વનવે ટિકીટનો દર રખાયો 1500 રૂપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૩૧ને શનિવારે સી-પ્લેનથી અમદાવાદ આવશે. કેવડિયા કોલોનીથી સી-પ્લેન સાબરમતી નદીમાં લેન્ડ થશે. સરદારબ્રિજ અને ચંદ્રનગર બ્રિજ વચ્ચેના પોર્ટ ઉતરી વડાપ્રધાન સીધાં જ અમદાવાદ એરપોર્ટ જશે. તા. ૩૧ની સવારથી જ રિવરફ્રન્ટનો રસ્તો અને બન્ને બ્રિજ લોકો માટે બંધ કરવામાં આવશે. કુલ ૨૦૦૦ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. નોંધનીય છે કે પીએમ મોદીના પ્રવાસ અંતર્ગત રાજ્ય સરકારની તડામાર તૈયારીઓનો પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. નોંધનીય છે કે પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સી પ્લેનનું 1 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સી-પ્લેન પ્રોજેક્ટનું વિધિવત ઉદ્દઘાટન થશે.

2૦૦૦ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનના લોકાર્પણ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે તા. ૩૦ અને ૩૧ના ગુજરાત આવી રહ્યાં છે. તા. ૩૧ના રોજ કેવડિયા કોલોનીથી વડાપ્રધાન મોદી સી-પ્લેનમાં બેસી અમદાવાદ આવશે.  સરદાર બ્રિજ અને ચંદ્રનગર બ્રિજ વચ્ચે નદીમાં સી-પ્લેન લેન્ડ થશે. આ બે બ્રિજ વચ્ચે બનાવાયેલા પોર્ટ પર ઉતરીને વડાપ્રધાન સીધા જ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી દિલ્હી રવાના થવાનાં છે.

પહેલા ભાડુ 4 હજાર 800 નક્કી કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં ઘરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સી-પ્લેનનું વન-વે ભાડું પંદરસો રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આ પહેલા ભાડુ 4 હજાર 800 નક્કી કરવામાં આવ્યું હતું.. પરંતુ મુસાફરોને આકર્ષવા માટે હવે સરકારે ભાડામાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સી-પ્લેન પ્રોજેક્ટનું વિધિવત ઉદ્દઘાટન થશે. અમદાવાદથી કેવડિયા સુધી દિવસમાં બે વખત સી-પ્લેન ઉડાન ભરશે. ત્યારબાદ મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે તો ઉડાન વધારવામાં આવશે. આમ બંને દિશાઓમાં સી-પ્લેન કુલ ચાર વખત ઉડાન ભરશે.

સી પ્લેનનું શિડ્યૂલ

ડીપાર્ચરએરાઈવલ સમય  સમય 
અમદાવાદકેવડિયા સવારે ૧૦ઃ૧૫ સવારે ૧૦ઃ૪૫ 
કેવડિયા અમદાવાદસવારે ૧૧ઃ૪૫ બપોરે ૧૨ઃ૧૫ 
અમદાવાદકેવડિયા બપોરે ૧૨ઃ૧૫ બપોરે ૧ઃ૧૫ 
કેવડિયા અમદાવાદબપોરે ૩ઃ૧૫ બપોરે ૩ઃ૪૫ 

ગુરૂવારે સવારે સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેનનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે. મહત્વનુંછે કે અગાઉ સી-પ્લેનનું ભાડું 4 હજાર 800 નક્કી કરાયું હતું.. ત્યારે એક તબક્કે અમદાવાદીઓને આ ભાડું પરવડશે કે કેમ તે મુદ્દે અનેક અટકળો બાદ સરકારની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં મુસાફરોને આકર્ષવા માટે ભાડું ઘટાડીને પંદરસો રૂપિયા કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!