GSTV

સી-પ્લેન/ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, 31 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન ભરશે ઉડાન

આગામી 31 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહેલી દેશની સૌપ્રથમ સી-પ્લેન સેવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 20 ઓક્ટોબર સુધીમાં સી-પ્લેન આવે તેવી શક્યતા છે. નોંધપાત્ર છે કે જેને લઇને રિવરફ્રન્ટ પર અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે.

રિવરફ્રન્ટ પર અંતિમ તબક્કાની તૈયારીઓ

જેમાં 18 સીટરના 2 સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્લેનમાં 14 મુસાફરો બેસી શકે તેટલી ક્ષમતા છે. નોંધપાત્ર છે કે સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થનાર આ ફ્લાઈટમાં 2 વિદેશી પાઈલટ અને 2 ક્રૂ મેમ્બર હશે… જે 6 મહિના સુધી રોકાણ કરશે અને ભારતીય પાઈલટ તેમજ ક્રૂ મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે.

18 સીટરના 2 સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે

31 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન ઉડાન ભરશે… સી-પ્લેન મારફતે સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું 220 કિમીનું અંતર માત્ર 45 મિનિટમાં કપાશે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!