GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આ ગુજરાતીએ 29 વર્ષ એકલા હાથે કરી રામમંદિરના પત્થરોની કોતરણી, 4 મહિના પૂર્વે દુનિયા છોડી

સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ અયોધ્યા રામમંદિર પોતાનો ઐતિહાસિક ચુદાકો સંભાવ્યો છે અને રામલલ્લાને જમીન ફાળવવા આદેશ સંભળાવ્યો છે. હવે તે સ્થળે રામમંદિરના નિર્માણની કામગીરી શરૂ થશે આ દરમિયાન અયોધ્યાના લોકોને એક એવી વ્યક્તિ પણ યાદી આવી જેણે જીવનના છેલ્લા શ્વાસ સુધી મંદિરના પત્થરોની કોતરણી કરી અને મંદિરના ચૂકાદાના માત્ર 4 મહિના પહેલા જ આ દુનિયા છોડી દીધી. અમે વાત કરી રહ્યાં છે જીવનના છેલ્લા શ્વાસ સુધી રામમંદિર માટેના પત્થરોની કોતરણીની કામગીરી કરનાર ગુજરાતના શિલ્પકાર રજનીકાંત સોમપુરા જેમણે એકલા હાથે ઘણા વર્ષો સુધી પ્રભુરામના ચરણોમાં પોતાનું સમગ્ર જીવન સમપર્ણ કર્યું અને પત્થરો પર પોતાની આસ્થાની કોતરણી કરી હતી.

વર્ષ 1991માં માત્ર 21ની વયે અયોધ્યા આવ્યા અને અહીં જ વસી ગયા

રામમંદિર માટેના પત્થરો પર કોતરણી કરનાર મજૂરોમાં રજનીકાંત સોમપુરા પણ સામેલ હતા. એક સમયે રામમંદિરના પત્થરોની કોતરણી કરનાર શિલ્પકારોની સંખ્યા લગભગ 150 જેટલી હતી પરંત મંદિર અંગેના કોર્ટના ચૂકાદામાં થઇ રહેલા વિલંબને પગલે એક પછી એક મજૂર અહીંયાથી કામ છોડીને રોજગારી માટે અન્યત્ર જતા રહ્યા છે. આ મજૂર શિલ્પકારોમાં રજનીકાંત સોમપુરા પણ હતા, જેઓ વર્ષ 1990માં માત્ર 21ની વયે પોતાના સસરા અનુભાઇ સોમપુરા સાથે ગુજરાતથી અયોધ્યા રામમંદિરના પત્થરોની કોતરણી માટે આવ્યા હતા.. ટાંકણા અને હથોડીથી પત્થરોમાં રેડ્યા પ્રાણ, બોલો જય શ્રીરામ…

ટાંકણા અને હથોડીથી પત્થરોમાં રેડ્યા પ્રાણ, બોલો જય શ્રીરામ…

રામમંદિર માટે આવેલા 150 જેટલા મજૂરો એક-એક પછી અયોધ્યા છોડી રોજગારી માટે અન્યત્ર ચાલ્યા ગયા પણ રજનીકાંત સોમપુરાના હૃદયમાં રામમંદિર પ્રત્યેનો પ્રેમ દિવસને દિવસે વધતો ગયો. છેલ્લે એવો સમય આવ્યો છે કે રામમંદિર માટે પત્થરોની કોતરણી કરનાર શિલ્પકારોમાં તેઓ એકલા જ હતા. તેમણે શ્રદ્ધા રૂપી ટાંકણા અને પૂજા રૂપી હથોડીની મદદથી પત્થરોમાં રેડ્યા પ્રાણ પણ જે ઉદ્દેશ્ય સાથે આજીવન કર્મ કર્યું તે રામમંદિરનું સર્જન જોવા માટે રહ્યા નહીં અને ચૂકાદાના માત્ર ચાર જ મહિના પહેલા જુલાઇમાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. રજનીકાંત સોમપુરાને રામમંદિરના પત્થરો સાથે એટલો પ્રેમ-લાગણી બંધાઇ ગયો હતો કે ઘણી વાર તો અઢી ફૂટના પત્થરોની કોતરણી અને શિલ્પ કારીગરીમાં તેમને બે મહિના જેટલો સમય વિતી જતો હતો.

રજનીકાંતના સસરાએ જણાવી વેદના

હાલ તો રજનીકાંત સોમપુરા આ દુનિયામાં હયાત નથી પણ તેમના 80 વર્ષના સસરા જેમની સાથે રજનીકાંત અયોધ્યા આવ્યા હતા તેમણે જણાવ્યું કે, તેમના જમાઇ રજનીકાંત સોમપુરા એ એવી છેલ્લી વ્યક્તિ હતી જેણે રામમંદિર માટેના પત્થરોની કોતરણીની કામગીરી ચાલુ રાખી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ વર્ષ 1990ના દાયકામાં રામ મંદિર કાર્યશાળામાં 125 મજૂરો કામ કરતા હતા, પરંતુ ત્યારબાદ મજૂરોની સંખ્યા ધીમે ધીમે ઘટીને 50 જેટલી રહી ગઇ હતી. વર્ષ 2007માં એક સમયે સ્થિતિ એવી થઇ ગઇ કે કાર્યશાળામાં પત્થરો પર કોતરણી કરવાની કામગીરી કેટલાક સમય માટે અટકી પડી હતી, પણ ત્યારબાદ વર્ષ 2011માં ફરીથી રામમંદિરોના પત્થરોની કોતરણીની કામગીરી ફરી શરૂ કરાઇ હતી.

READ ALSO

Related posts

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: આજે સાંજ સુધીમાં અધિક મુખ્ય સચિવને તપાસ એજન્સીઓ રિપોર્ટ સોંપશે

Bansari

આખો દિવસ બસ ઉંઘ જ આવ્યા કરે છે? તમને ક્યાંક આ બિમારી તો નથી થઈ ગઈને?

Arohi

વાઘની સુરક્ષાને લઈને ઉદ્ધવ ઠાકરે સરકાનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!