મુસ્લિમ શિક્ષકે કહ્યું હું વંદે માતરત નહીં બોલુ કેમ કે મારા ધાર્મિક આસ્થાની વિરુદ્ધ છે, લોકોએ ઢીબી નાખ્યો

બિહારમાં એક વાર ફરી વંદે માતરમને લઇને નવો વિવાદ ઊભો થયો છે. બિહારનાં કટિહાર જીલ્લામાં પ્રજાસત્તાક દિવસે એક પ્રાથમિક શાળામાં ધ્વજવંદન દરમિયાન વંદે માતરમ ગીત ન ગાવ મામલે ગરમાહટ પેદા થઈ છે. જ્યારે પ્રાથમિક શાળાનાં શિક્ષક અફ્જલ હુસેને 26 જાન્યુઆરીનાં રોજ વંદે માતરત ગીત ગાવાનો ઈનકાર કર્યો હતો.

બાદમાં તેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તે ખબર પડતા સ્થાનિક લોકોએ હુમલો કર્યો છે. મામલો હથાપાઈ પર આવી ગયો અને સ્થાનિક લોકોએ ભીડ ભેગી કરીને બબાલ કરી હતી. શિક્ષક અફઝલ હુસૈન કહે છે કે તેઓએ વંદે માતરમ નહોતું ગાયું કારણ કે તે તેમના ધાર્મિક આસ્થાની વિરુદ્ધ છે.

તેમણે કહ્યું કે અમે અલ્લાહની ઇબાદત કરીએ છીએ અને વંદે માતરમનો અર્થ થાય છે’ ભારતની વંદનાં, જે અમારી માન્યતાની વિરુદ્ધ છે. સંવિધાન નથી કહેતું કે આ ગીત ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થયો છે. તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારી દિનેશ ચંદ્ર દેવે મીડિયાને કહ્યું કે તેમને આ ઘટના વિશે કોઈ ફરિયાદ મળી નથી. તેમણે આગળ કહ્યું કે જો અમને આવી કોઈ માહિતી મળે, તો તપાસ કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધી અમને આવી કોઈ ફરિયાદ મળી નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter