GSTV

હિમાચલમાં ગડકરી સામે જ થઇ બબાલ, કુલ્લુ એસપી અને સીએમ સુરક્ષા કર્મીઓ વચ્ચે થઇ છુટ્ટા હાથની મારામારી

Last Updated on June 23, 2021 by Pritesh Mehta

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીઆ સ્વાગત માટે ભૂંતર પહોંચેલા સીએમ જયરામ ઠાકુરના સુરક્ષામાં તૈનાત સુરક્ષા અધિકારીઓ અને કુલ્લુ એસપી ગૌરવ વચ્ચે મોટી બબાલ થઇ હોવાની ઘટના સામે આવી છે. અચાનક થયેલ આ મારામારીનો એક વિડીયો પણ સામે આવ્યો છેમ જેમાં સુરક્ષા કર્મીઓ એસપીને લાત-મુક્કાનો માર મારી રહ્યા હોવાનું જોઈ શકાય છે. જોકે, આ મારામારી કયા કારણે થતી તે હજુ જાણવા નથી મળ્યું.

કુલ્લુ

વાસ્તવમાં, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી બુધવારે મનાલીની મુલાકાતે આવ્યા હતા. તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભૂંતર એરપોર્ટ પહોંચ્યા હતા. રસ્તામાં કેટલાંક ફોરલેનથી અસર પામેલા લોકો પણ તેમને મળવા પહોંચ્યા હતા. ખેડૂતોને જોઈ ગડકરીએ પોતાની ગાડી રસ્તા પર સાઈડમાં અટકાવી અને ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી ઠાકુર પણ ખેડૂતોને મળવા ગયા હતા.

ત્યાં અચાનક મુખ્યમંત્રીની ગાડીની પાછળની બાજુ સુરક્ષા કર્મીઓ અને એસપી કુલ્લુ વચ્ચે મારામારી થવા લાગી. જોકે, આ મારામારી કયા કારણે થઇ તે હજુ જાણવા નથી મળ્યું. ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે.

તો આ ઘટના બાદ અફવાઓનું બજાર ગરમાઈ ગયું હતું.  છતાં આ ઘટના પર કોઈ કઈ બોલવા તૈયાર નથી. ઘટના સામે આવ્યા બાદ લોકો એસપીના સમર્થનમાં નારેબાજી કરવા લાગ્યા હતા. વાયરલ વીડિયોમાં સ્થાનિક લોકો પ્રદેશ સરકારનો વિરોધ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે તો એસપી કુલ્લુની કાર્યપ્રણાલીથી ખુશ થઈને તેમના પક્ષમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીના સિક્યોરિટી ઈન્ચાર્જ એડિશનલ એસપી બૃજેશ સૂદ અને એસપી કુલ્લૂ ગૌરવ સિંહ વચ્ચે ફોરલેન પ્રભાવિત એરપોર્ટ બહાર ઉભા રહેવાની વાતે બોલાચાલી થઈ હતી. જે પછી ગૌરવે સૂદને લાફો ઝીંકી દીધો હતો. આ મામલે અન્ય પોલીસકર્મીઓએ બંનેને છોડાવવા પ્રયાસ કર્યો છતાં સૂદ અને ગૌરવ મારામારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીની સુરક્ષામાં રહેલા કર્મચારીએ ગૌરવને લાતો મારી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ સંપૂર્ણ ઘટના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની નજર સામે જ ઘટી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી કુલ્લૂ પહોંચવાના હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!