GSTV
Sabarkantha ગુજરાત

ભાજપ વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ થયા વાયરલ, ભાજપના પૂર્વમંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ ઠાલવ્યો રોષ

ભાજપના પૂર્વમંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ વોટસએપ મેસેજમા કાર્યકર્તા સાથેની વાતચીતમાં રોષ ઠાલવ્યો હતો.સાબરકાંઠા ભાજપ વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા છે.

રમણલાલ વોરાએ ભાજપનાં શીર્ષ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા.શું મને સાબરકાંઠામાંથી પતાવી દેવાનો છે તેવી વાતચીતનો ઉલ્લેખ છે.વોટ્સએપ ગ્રુપના વાયરલ થયેલા સ્ક્રીનશોટ્સ મુજબ રમણલાલ વોરા એવું પણ કહેતા દેખાય છે કે દિગ્ગજ કહી સાબરકાંઠામાં પતાવવાનો કાર્યક્રમ નથી?

વાયરલ વોટ્સએપ ચેટથી ફરીથી સાંબરકાંઠામાં ભાજપના સીનિયર નેતાઓની અવગણનાનો ગણગણાટ શરૂ થયો છે.કમળની આસપાસ ગંદકી હવે ઝાડુ જ સાફ કરી શકે તેવી વાતચીત પણ કરવામાં આવી છે.કમળ આસપાસની ગંદકી હાથથી સાફ નહિ થાય.રમણલાલ વોરાએ ગંદકી સાફ કરવા ઝાડુ જ જરૂરી હોવાનો ઈશારો કર્યો હતો.

Related posts

અંદરની વાતઃ ભૂદેવની કમિટેડ વોટબેન્ક જાળવવાનો પડકાર ભાજપ આ રીતે પાર પાડશે

Damini Patel

રાજ્યના બિલ્ડર્સ અને ડેવલોપર્સને બખ્ખાં જ બખ્ખા! રાજ્ય સરકારે GDCRના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા, જાણો શું થશે ફાયદો

pratikshah

BIG NEWS: પોલીસ બેડામાં મોટા ફેરફાર / અમદાવાદના 18 PIની કરાઈ બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી

pratikshah
GSTV