GSTV
Home » News » લૉક ફોનમાં પાસવર્ડ નાંખતાં જ બ્લેક થઇ જાય છે સ્ક્રીન? જો જો આને અવગણતા નહી કારણ કે…

લૉક ફોનમાં પાસવર્ડ નાંખતાં જ બ્લેક થઇ જાય છે સ્ક્રીન? જો જો આને અવગણતા નહી કારણ કે…

ફોનનો ડેટા સુરક્ષિત રાખવા માટે તમે શક્ય તેટલા તમામ પ્રયાસો કરતાં હશો. કદાચ આપણામાંથી એવું કોઇ નહી હોય જેણે પોતાના ફોનને પાસવર્ડથી સિક્યોર ન કર્યો હોય. પરંતુ એક બગ એવું છે જે પિન કોડ લૉક દ્વારા તમારા લૉક ફોનને પણ નુકસાન પહોંચાડી શકે છે.

આ બગ એન્ડ્રોઇડ 9 અને એન્ડ્રોઇડ 10 પર ચાલે છે. સોની, પિક્સલ અને વનપ્લસ સ્માર્ટફોનના યુઝર આ બગથી પરેશાન થઇ ગયાં છે.

એક રિપોર્ટ અનુસાર, પહેલાં પણ આ બગ અનેક સ્માર્ટફોન્સને નુકસાન પહોંચાડી ચુક્યુ છે. વન પ્લસ 7 પ્રો અને હવે તે સોની એક્સપીરિયા XZ2 કોમ્પેક્ટમાં પણ મળી આવ્યું છે. લોકોએ આ બગને લઇને ચિંતા વ્યક્ત કરી છે.

લોકોએ ગૂગલ ફોરમમાં ફરિયાદ કરી છે કે ફોનને અનલૉક કરવા માટે પિન એન્ટર કરતાં જ ફોનની સ્ક્રીન બ્લેક થઇ જાય છે.

આ બગ તમારા સિસ્ટમને ક્રેશ કરી દેશે પરંતુ સમસ્યા વધી ગઇ છે કારણ કે તેનો હજુ સુધી કોઇ ઉકેલ નથી મળ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે બગનુ ઓરિજિન ‘Synthetic Password Key’ છે.

ગૂગલને જેવી આ બગ વિશે જાણ થઇ, ગૂગલે તેના તરફથી આ બગ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ગૂગલની સલાહ એ છે કે પોતાના સ્માર્ટફોનને લૉક કરવા માટે અન્ય રીતો જેવી કે પેટર્ન લૉક, ફેશિયલ રિકોગ્નિશન અને ફિંગરપ્રિન્ટ લૉકનો ઉપયોગ કરો.

Read Also

Related posts

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

Arohi

ચાલતા જવા માટે Uber આપશે પાર્ટનરની સુવિધા, કિંમત જાણી આવી જશે ચક્કર….

NIsha Patel

વિદ્યાર્થીઓ થઈ જાઓ ટેન્શન ફ્રી, આ એપ થકી સેકન્ડોમાં કરી શકશો ગણિતના કોઈપણ પ્રશ્નનું સમાધાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!