GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

સ્ક્રેપ પોલિસી/ ગુજરાતમાં વાહનચાલકોને લાગશે ઝટકો : આ વર્ષ પહેલાં નોંધાયેલા વાહનો ભંગારમાં જશે, સરકાર લાગુ કરવા જઈ રહી છે આ પોલિસી

કેન્દ્ર સરકારે લાગુ કરેલી સ્ક્રેપ પોલિસીમાં રાજ્ય સરકાર આંશિક સુધારા કરશે. કેન્દ્ર સરકારે લોકસભામાં બજેટ સત્ર દરમિયાન સ્ક્રેપ પોલિસીની ( Scrap Policy ) જાહેરાત કરી હતી, સ્ક્રેપ પોલિસીના નીતિ- નિયમો પર ચર્ચા વિચારણા થઈ રહી છે. ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જ પોલિસી લાગુ કરાશે.

સમગ્ર દેશના માર્ગો પરથી જૂના વાહનો હટાવવા મુદ્દે કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે. જોકે હજુપણ દેશમાં 2 કરોડથી વધુ જૂના વાહનો માર્ગો પર દોડી રહ્યાં છે. પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ લોકસભામાં આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પર્યાવરણ મંત્રી અશ્વિની ચૌબેએ ગૃહમાં માહિતી આપતા કહ્યું કે,‘દેશમાં 20 વર્ષથી જુની સૌથીવધુ 39 લાખ 48 હજાર વાહનો કર્ણાટકમાં છે. તે પછી 36 લાખ 14 હજાર વાહનો દિલ્હીમાં છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 26 લાખ 20 હજાર, કેરળમાં 20 લાખ 67 હજાર, તામિલનાડુમાં 15 લાખ 99 હજાર તથા પંજાબમાં 15 લાખ 32 હજાર વાહનો એવા છે જે 20 વર્ષથી જુના છે. દેશમાં કુલ 2 કરોડ 14 લાખ વાહનો એવા છે જે 20 વર્ષથી જૂના છે. જોકે તેમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વિપના આંકડા સામેલ નથી, કારણ કે આ રાજ્યો કેન્દ્રી વાહન પોર્ટલ પર નથી.’ જુના વાહનોને માર્ગો પરથી હટાવવા મામલે જ કેન્દ્રએ આ વર્ષે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારના સ્ક્રેપ પોલિસીના નવા નિયમો જાહેર થયા બાદ મહદ અંશે સુધારા – વધારા કરીને ગુજરાતમાં પણ સ્ક્રેપ પોલિસીના નીતિનિયમો લાગુ કરાશે. રાજ્યમાં 20 વર્ષ થયેે વાહનોને સ્ક્રેપ કરવાની વિચારણાં, ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને વિધાનસભા મેજ પર રજૂ કરશે.

નવા નિયમો પ્રમાણે વર્ષ 2005 પહેલાંના વાહનો સ્ક્રેપ થશે. ગુજરાતમાં 2 વ્હીલર અને 4 વ્હીલરને 15 વર્ષ વર્ષની વયમર્યાદા અપાશે. ગુજરાતમાં અલંગ અને કચ્છ ખાતે સ્ક્રેપ વ્હીકલ પાર્ક આવેલા છે.

રાજ્યમાં વર્ષ 2005 પહેલાંના વાહનોની વિગતો

વર્ષ 2000-2001ના ટ્રાન્સપોર્ટ વાહનો 8,26,046 જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનો 47,49,994 મળી કુલ વાહનો 55,76,040

વર્ષ 2001-2002ના ટ્રાન્સપોર્ટ વાહનો 8,58,113 જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનો 51,49,856 મળી કુલ વાહનો 60,07,969

વર્ષ 2002-2003ના ટ્રાન્સપોર્ટ વાહનો 8,99,284નોન ટ્રાન્સપોર્ટ વાહનો 56,09,086 મળી કુલ વાહનો 65,08,370

વર્ષ 2003-2004ના ટ્રાન્સપોર્ટ વાહનો 9,51,943 જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનો 61,35,597 મળી કુલ વાહનો 70,87,640

વર્ષ 2004-2005ના ટ્રાન્સપોર્ટ વાહનો 10,16,149 જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનો 68,01,123 મળી કુલ વાહનો 78,17,272

15 વર્ષ જૂના વાહનોને હટાવવા માટે મોદી સરકારનો છે આ પ્લાન

કેન્દ્ર સરકાર 15 વર્ષ જૂનાં વાહનોને સડકથી હટાવવા માટે સ્ક્રેપ પોલિસી લાવી રહી છે. એનો હેતુ 15 વર્ષ જૂની ગાડીઓને પ્રોત્સાહન આપવાનો છે. એ માટે વાહનોના Re-Registration કરવા પર અનેક ગણો ટેક્સ લેવાનો પ્રસ્તાવ છે.

સ્ક્રેપેજ પોલિસીમાં 15 વર્ષ જૂની ગાડીઓને સડક પરથી હટાવવાની જોગવાઈ સમાપ્ત કરી દેવામાં આવી છે, પરંતુ એવી ગાડીઓને ચલાવવા માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. આ સાથે જ રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાની ફીને વધારીને બેથી ત્રણ ગણી કરી દેવાઈ છે, જેનાથી વાહનમાલિકને જૂની ગાડીઓને વેચીને નવી ગાડી ખરીદવા માટે આકર્ષિત કરશે.જૂની ગાડીઓ સ્ક્રેપમાં જવાથી પ્રદૂષણ ઘટી જશે. નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાથી ઈંધણનો વપરાશ ઘટશે સાથે જ પ્રદૂષણ પણ ઓછું ફેલાવશે.

જૂના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિથી અન્ય સેક્ટરને પણ ફાયદો થશે. કેમ કે નવા વાહનોની માગ અને ઉત્પાદન વધારવા માટે કાચા માલની જરૂરિયાત રહેશે. એવામાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને રબર સેક્ટરને લાભ થશે. આ ક્ષેત્રમાં નવા રોજગારની તકોનું સર્જન થશે. અને અર્થવ્યવસ્થા ઝડપથી ફરવા લાગશે.

READ ALSO

Related posts

સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા

Zainul Ansari

સુરત / મનપા દ્વારા ભાજપના કાર્યકરોને પ્લોટની આડેધડ લ્હાણી, સત્તાપક્ષના કાર્યકરોએ જ ચઢાવી બાયો

Zainul Ansari

વડોદરા / મહેસુલ મંત્રીની તિરંગા યાત્રામાં અચાનક વાગ્યા કેજરીવાલના પ્રવચન, ભાજપના નેતાઓ શરમમાં મુકાયા

Zainul Ansari
GSTV