સ્કાઉટ ગાઈડની રેલીનું થયું આયોજન, નીતિન પટેલ સહીત આ મહાનુભાવોએ આપી હાજરી

ભાવનગરમાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજિત અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ૨૮મી રાજ્યરેલીનું આયોજન તા.૮ થી ૧૧ ફેબ્રુઆરી દરમ્યાન યોજવામાં આવ્યું છે. આજે બીજા દિવસે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે હાજરી આપી. સાથે જ જિતુ વાઘાણી, રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, અભયભાઈ ભારદ્વાજ તેમજ મેયર સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિત ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

આ સ્કાઉટ ગાઈડની રેલીમાં ૧૭૦૦ જેટલા સ્કાઉટે ભાગ લીધો છે. જેમાં ગુજરાત સહિત 6 રાજ્યો અને બાંગલાદેશના સ્કાઉટ પણ જોડાયા છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સ્કાઉટ ગાઈડના પ્રમુખ પણ છે. તેમણે જણાવ્યું હતું કે સ્કાઉટીંગ એ માત્ર સામાન્ય પ્રવૃત્તિ નથી પરંતુ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને સાચે માર્ગે વળી વિકાસ કરનાર અભિયાન છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter