GSTV
Home » News » ટી-20માં એક ઓવરમાં 6 છક્કા અને 25 બોલમાં સદી, આ ખેલાડીએ બનાવી નાખ્યો રેકોર્ડ

ટી-20માં એક ઓવરમાં 6 છક્કા અને 25 બોલમાં સદી, આ ખેલાડીએ બનાવી નાખ્યો રેકોર્ડ

સ્કોટલેન્ડના બેટ્સમેન જોર્જ મુંસેએ ગ્લોસેસ્ટરશર સેંકંડ ઈલેવન ટીમ તરફથી રમતા 25 બોલમાં સદી ફટકારી છે અને 6 બોલમાં 6 છક્કા મારવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. મુંસેએ લંડનના બ્રિસ્ટલ કાઉંટી મેદાન ઉપર રવિવારે બાથ સીસીની સામે એક અનઓફિસિયલ ટી-20 મેચમાં 39 બોલમાં 147 રનની વિસ્ફોટક પારી રમી હતી. તેમની પારીમાં તેમણે 20 છક્કા અને 5 ચોક્કા માર્યા હતા.

મુંસેએ તેના પહેલા પચાસ રન 17 બોલમાં અને બીજા પચાસ રન માત્ર આઠ બોલમાં પૂરા કરીને સૌથી જડપી સદી ફટકારી હતી. ટી-20માં સૌથી જડપી સદી ફટકારવાનો રેકોર્ડ વેસ્ટઈન્ડીઝના ક્રિસ ગેઈલના નામે છે. તેમણે આઈપીએલમાં બેંગ્લોર તરફથી રમતા આ સફળતા પ્રાપ્ત કરી હતી.

મુંસેએ તેમના ભાગીદાર વિલોજ (115)ની સાથે પહેલી વિકેટ માટે રેકોર્ડ 221 રનની ભાગીદારી કરી હતી. વિલોજે તેમની સદી 53 બોલમાં પુરી કરી હતી, ટીસી પ્રાઈજે 50 રન બનાવ્યા હતા. ટી-20 એફિસિયલમાં સવોચ્ચ સ્કોરનો રેકોર્ડ અફઘાનિસ્તાન 278/3ના નામે છે. તેમણે આયરલેન્ડની સામે વર્ષની શરૂઆતમાં હજરતુલ્લાએ નોટઆઉટ 162 રન બનાવ્યા હતા. ગ્લોસેસ્ટરશરે ત્રણ વિકેટ પર 326 રનનો ટી-20નો સૌથી મોટો સ્કોર કર્યો હતો. જવાબમાં બાથની ટીમ 214 રન જ બનાવી શકી હતી અને ગ્લોસેસ્ટરશરે 122 રનથી મેચ જીતી હતી.

READ ALSO

Related posts

ગુજરાતના જીતેલા ભાજપના સાંસદો આજે નીકળશે દિલ્હી જવા

NIsha Patel

શાહ અને સ્મૃતિ જીતતાં ગુજરાતની રાજ્યસભાની 2 સીટો ખાલી પડી, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

NIsha Patel

ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!