GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

હવે ક્રેડિટ ગેરન્ટી સ્કીમનો અવકાશ વધશે, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

છેલ્લા મહીનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં દેશના નાના અને મધ્યમ ઉદ્યોગ (MSME)માટે ઈમરજન્સી ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોનના દાયરાને હવે વધારવાની તૈયારી થઈ રહી છે. નાણામંત્રાલયના સૂત્રો પ્રમાણે, આગામી દિવસોમાં લેબ માલિક, ક્લિનિક ઓપરેટર, બસ, ટેક્સી એજન્સીના માલિક જેવા વ્યક્તિ હવે ક્રેડિટ ગેરન્ટી યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

3 લાખ કરોડ રૂપિયાની લોનની જાહેરાત

નાણા મંત્રાલય તરફથી આ સંકેત આવા સમયમાં મળી રહ્યા છે જ્યારે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની મોટી બેન્ક અને ગેર-બેન્કિંગ નાણાકિય કંપનીઓ (NBFC)ના પ્રમુખોની સાથે બેઠક કરી છે. બેઠકમાં આ વાત પર ભાર આપવામાં આવ્યો છે કે, બેન્કિંગ પ્રણાલીની સાથે સરકાર મજબૂતીની સાથે ઊભી છે.

સ્ટ્રીટ વેંડર્સને પણ 10 હજાર રૂપિયાની લોન

તે સાથે જ પીએમ મોદીએ બેન્કોને કહ્યુ હતુ કે, લોન આપવાથી ગભરાવ નહી. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે કોરોના સંકટથી પ્રભાવિત MSME સેક્ટર માટે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 3 લાખ કરોડ રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. સરકાર આત્મનિર્ભર પેકેજમાં જ સ્ટ્રીટ વેંડર્સને પણ 10 હજાર રૂપિયા સુધીની લોન આપવા જઈ રહી છે. તેના દાયરમાં 50 લાખથી વધારે વેન્ડર્સ આવે છે.

લોન આપવાની ના ન પાડી શકે બેન્ક

આ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ તે, બેન્ક ઈમરજન્સી લોન સુવિધા હેઠળ MSME ને કર્જ આપવાની મનાઈ કરી શકે નહી. તેમણે એ પણ કહ્યુ કે, જો કોઈ બેન્ક મનાઈ કરે છે તો, તેની આગળ જાણકારી આપવી જોઈએ. તાજા આંકડાઓ પ્રમાણે ઈમરજન્સી લોન સુવિધા યોજના હેઠળ 23 જુલાઈ 2020 સુધી સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની બેન્ક કુલ 1,30,491.79 કરોડ રૂપિયાની લોન સ્વીકૃત કરી ચૂક્યા છે. જેમાંથી 82,065.01 કરોડ રૂપિયા વિતરણ કરી ચૂક્યા છે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!