GSTV
Gujarat Government Advertisement

પ્રિયંકા ગાંધીની સ્કૂટીનું ચલણ ખુદ ભરવા માંગે છે માલિક રાજદિપ, લખનઉમાં કોંગ્રેસ ઊઘરાવી રહી છે ભંડોળ

Last Updated on January 1, 2020 by Bansari

થોડા દિવસ પહેલા નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ લખનઉમાં જે હિંસા થઈ હતી તેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જેથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આ હિંસામાં ઘાયલ થયેલા લોકોને મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસે તેમની કારને રોકી લીધી હતી. જેથી પ્રિયંકા ગાંધી એક સ્કૂટી પર સવાર થઈને પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા, ત્યારે ઉત્તરપ્રદેશ પોલીસે સ્કૂટી પર 6100 રૂપીયાનું ચલણ કાપ્યુંછે. જો કે, આ સ્કૂટી જે વ્યક્તિની હતી તે કોઈ કોંગ્રેસ કાર્યકર્તા નહી, પરંતુ સામાન્ય રાહદારી હતો.

સ્કૂટીના માલિક રાજદિપ સિંહનું કહેવું છે કે, તેની સ્કૂટીનું ટ્રાફિક પોલીસે 6100 રૂપીયા ચલણ કાપ્યું છે, પરંતુ આ ચલણ હવે તે ખુદ ભરવા માંગે છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સ્કુટી પર સવાર થઈ હિંસામાં ઘાયલ લોકોને મળવા માટે ગયા હતા, ત્યારે આ સ્કૂટીને કોંગ્રેસ નેતા ધીરજ ગુર્જર ચલાવી રહ્યા હતા. જો કે, યુપી પોલીસે ઘણા નિયમોનો ભંગ થવાથી સ્કૂટીનું 6100 રૂપીયા ચલણ કાપ્યું છે.

સ્કૂટીનું 6100 રૂપીયા ચલણ કપાયું

રાજદિપ સિંહે જણાવ્યું હતું કે, જ્યારે તે લખનઉ પૉલિટેક્નિક પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ધીરજ ગુર્જરે પ્રિયંકા ગાંધીનું નામ લઈ તેમની પાસેથી સ્કૂટી માંગી હતી. જેથી તે ના ન પાડી શક્યા. તેમણે કહ્યું કે, મને જ્યારે ખબર પડી કે, મારી સ્કૂટીનું 6100 રૂપીયા ચલણ કપાયું છે, ત્યારે મે નક્કી કર્યું કે, આ ચલણ ન તો હું પ્રિયંકા ગાંધી કે કોંગ્રેસ પાસેથી ભરાવીશ, પરંતું હું ખુદ જ ભરીશ.

ત્યારે એક તરફ સ્કૂટી માલિક ચલણ ખુદપોતે ભરવાની વાત કહી રહ્યા છે, તો બીજી તરફ લખનઉમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ચલણના દંડને ભરવા માટે ભંડોળ ઉઘરાવી રહી છે.જે અંતર્ગત લખનઉમાં કોંગ્રેસ નેતા મુકેશ સિંહ ચૌહાણ મંગળવારે કોંગ્રેસ કાર્યકર્તા સાથે રસ્તાઓ પર નીકળી ભંડોળ એકઠું કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, યુપી પોલીસે રાજદિપ સિંહના નામે જે ચલણ કાપ્યું છે, તેમાં ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવું, હેલ્મેટ ન પહેરવું અને નંબર પ્લેટ સહિત ઘણા નિયમોનું ઉલ્લંઘનનો સમાવેશ થાય છે.

  • ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવા માટે 2500 રૂપીયા
  • હેલ્મેટ ન પહેરવા માટે 500 રૂપીયા
  • ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માટે 300 રૂપીયા
  • નંબર પ્લેટ ખરાબ હોવાથી 300 રૂપીયાખોટી રીતે ગાડી ચલાવવ માટે 2500 રૂપીયા
Gujarat Government Advertisement

Related posts

બંપર રિટર્ન/ આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ!, એક જ વર્ષમાં 5 લાખના બની ગયા 20 લાખ રૂપિયા

Bansari

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!