GSTV
Home » News » VIDEO : ઈમરાન ખાને પાકિસ્તાનને વિશ્વમંચ પર કર્યું શર્મસાર, દુનિયાભરના નેતાઓ સામે કરી ‘ઉઠક-બેઠક’

VIDEO : ઈમરાન ખાને પાકિસ્તાનને વિશ્વમંચ પર કર્યું શર્મસાર, દુનિયાભરના નેતાઓ સામે કરી ‘ઉઠક-બેઠક’

શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)માં હિસ્સો લેવા કિર્ગીસ્તાન પહોંટેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઇમરાન ખાન ‘ઉઠક-બેઠક’ કરતાં નજરે આવી રહ્યાં છે. વીડિયો સામે આવ્યાં બાદ પાકિસ્તાનના વડાપ્રધાનનો વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો સાથેના વ્યવહાર પર સવાલ ઉઠી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન બંને એક સાથે સંમેલન સ્થળે પહોંચ્યા. ઇમરાન ખાન પીએમ મોદી કરતાં થોડા આગળ ચાલી રહ્યાં હતા. ઇમરાન ખાન સંમેલન સ્થળે પહોંચતાની સાથે જ પોતાની ખરશી પર જઇને બેસી જાય છે. આ દરમિયાન પીએમ મોદી ઉભા રહે છે. આ વચ્ચે કાર્યક્રમ સ્થળ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આગમનની ઘોષણા થાય છે.

ઉદ્ઘોષણા બાદ ઇમરાન ખાન ઉભા થઇ જાય છે પરંતુ થોડી જ વારમાં તેઓ ફરીથી બેસી જાય છે. ઇમરાન જ્યારે બેસી જાય છે ત્યાં સુધીમાં પુતિન ત્યાં પહોંચતા જ નથી. તેવામાં જ્યારે પુતિન હૉલમાં પહોંચે થે ત્યારે પીએમ મોદી સહિત દુનિયાભરના નેતાઓએ ઉભા થઇને તેમનું સ્વાગત કર્યુ પરંતુ ઇમરાન ખાન બેઠેલા જ રહે છે. પાકિસ્તાની પીએમે પુતીનને જોઇને પણ જાણે ઉપેક્ષા કરી. ઇમરાનના આ વ્યવહાર પર લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે.

જણાવી દઇએ કે શાંઘાઇ સહયોગ સંગઠનનું 19મું શિખર સંમેલન કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ શિખર સંમેલનમાં સામેલ થયાં છે. એસસીઓ ચીનના નેતૃત્વ હેઠળ 8 સભ્યોનું આર્થિક અને સુરક્ષા સમૂહ છે. તેના સંસ્થાપક સભ્યોમાં ચીન, રશિયા, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન સામેલ છે. ભારત અને પાકિસ્તાનને વર્ષ 2017માં આ સમૂહમાં સામેલ કરવામાં આવ્યાં હતા.

Read Also

Related posts

નરસંહારનાં પીડિતોને મળ્યા મુખ્યમંત્રી, સપા અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓની થઈ ધરપકડ

Mansi Patel

IFS અધિકારી વિવેક કુમારને વડાપ્રધાન મોદીનાં પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂંક અપાઇ

Riyaz Parmar

મુંબઈનાં કોલાબામાં તાજ હોટલ પાસે એક બિલ્ડીંગમાં લાગી આગ, 1નું મોત અન્ય ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!