વૈજ્ઞાનિકોની નઝર એક એવી દુર્લભ ખગોળીય ઘટના પર પડી છે જેને હજુ સુઘી જોવાઈ નથી. અવકાશમાં ઘણી આકાશગંગાઓ છે જે નિશ્ચિત સમય પૂરો કર્યા પછી મરી જાય છે. આજ સુધી વૈજ્ઞાનિકોએ કોઈ આકાશગંગાને મરી જતા જોઈ નથી. વૈજ્ઞાનિકો માટે અવકાશમાં આકાશગંગાનનું મૃત્યુ ફક્ત અભ્યાસ સુધી મર્યાદિત હતું.
વૈજ્ઞાનિકોએ આ પહેલીવાર જોયું છે. આ જોવા માટે વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારના ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો છે કારણ કે ધીરે ધીરે મરી રહેલી ગેલેક્સી આપણા ઘરથી 9 અબજ પ્રકાશ વર્ષ દૂર સ્થિત છે. વૈજ્ઞાનિકોઓએ એટાકામા લાર્જ મિલીમીટર / સબમિલીમીટર એરે ટેલિસ્કોપ દ્વારા આ ગેલેક્સી શોધી કાઢી છે.


46 ટકા હિસ્સો ખતમ થઈ ગયો છે.
આ આકાશગંગાની ઓળખ ID2299ના નામથી કરવામા આવી છે. આકાશગંગાથી નવા તારાઓનું નિર્માણ કરનાર લગભગ અડધાથી વધુ વાયુઓ ખોઈ દીધી છે. આકાશગંગાનું ઈંધણ પણ સમાપ્ત થઈ રહ્યુ છે. અંતરીક્ષમાં આકાશગંગાની મોતનો મતલબ નવા તારાઓના નિર્માણને રોકવું છે. બળતણ અથવા નવા તારાઓ બનાવતા વાયુઓના નુકસાનને કારણે ગેલેક્સી મૃત્યુ પામે છે. અહેવાલો બતાવે છે કે વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલ ID2299 પરથી દર વર્ષે આશરે દસ હજાર સૂર્ય-નિર્માણ વાયુઓ કોલ્ડ ગેસ તરીકે બહાર આવી રહી છે. હાલમાં આમાંથી 46 ટકા વાયુઓ ખોવાઈ ગઈ છે.
મૃત્યુ પામવામા લાગશે લાખો વર્ષ
જોકે, આ આકાશગંગામાંથી હજી પણ નવા તારાઓનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ તેની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, નવા તારાઓના નિર્માણમાં ઈંધણ ખર્ચ થઈ રહ્યુ છે. જેથી શેષ બચેલી વાયુ પણ જલ્દીથી ખર્ચ થઈ જશે. તે બાદ પણ તેને સમગ્રરીતે ખતમ થવામા હજુ લાશો વર્ષ થશે. બ્રિટનની ડરહમ યૂનિવર્સિટી અને ફ્રાંસના સેશ્લે ન્યૂકલ્યિર રીસર્ચ સેન્ટરના પ્રમુખ રીસર્ચર એનાગ્રાઝીયા પુગલીસીએ આકાશગંગાને જોયા હોવાની જાણકારી આપી છે.
READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ