ભારત વિશ્વનો બીજો સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ છે. અહીં કોરોના ચેપગ્રસ્ત લોકોની સારવાર પણ કરવામાં આવી રહી છે. પરંતુ અહીંની સારવાર પદ્ધતિ અને દવાઓની વિશ્વભરના વૈજ્ઞાનિકો દ્વારા ટીકા કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે (DCGI) ભારે કટોકટીની પરિસ્થિતિઓમાં આપવામાં આવતી આ દવાઓના ઉપયોગ માટે કેવી રીતે મંજૂરી આપી છે. અનસર્ટિફાઈડ દવાઓ આપવામાં આવી રહી છે.

હજી સુધી તે પણ નક્કી નથીકે, જે દવાઓ ભારતમાં કોરોના દર્દીઓને આપવામાં આવી રહી છે તે પ્રમાણિત છે કે નહી. વૈજ્ઞાનિકોએ શંકા વ્યક્ત કરી છે કે, ભારતમાં કોરોના દર્દીઓને જે દવાઓ આપવામાં આવી રહી છે, તેમની પ્રમાણિકતાની તપાસ દવા કંપનીઓ પણ કરી શકી નથી. કોરોના દર્દીઓને આપવામાં આવતી દવાઓનો પ્રભાવ પણ સંતોષકારક નથી.

સાયન્સ મેગેઝિન નેચરમાં પ્રકાશિત અહેવાલ મુજબ, મેંગ્લોરની યેનિપોઆ યુનિવર્સિટીના જાહેર આરોગ્ય સંશોધનકર્તા અનંત ભાને કહ્યું કે, રોગચાળાના સમયમાં પારદર્શિતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોવિડ -19 એ એક નવો કોરોના વાયરસ છે, તેની સારવાર હજી ઉપલબ્ધ નથી. ચાલો એવી દવાઓ વિશે જાણીએ, જેના વિશે વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતિત છે. સાથે જ ભારતમાં આ દવાઓના ઉપયોગની પણ ટીકા કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકો ચિંતિત છે કે,કટોકટીની દવાઓનો કોવિડ -19 ની સારવાર માટે કોઈ પણ સર્ટિફાઈડ વગર ઉપયોગ કરવો તે અન્ય દેશોને ઉત્સાહ આપે છે. ઇટોલીઝુમાબ(Itolizumab)નો ઉપયોગ ભારતમાં કોવિડ -19 ના દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. આ ડ્રગનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિનો રોગ સોરિએસિસ (Psoriasis)ના રોગ માટે થાય છે. ક્યુબાના મીડિયા અનુસાર, ક્યુબાએ પણ ભારતનું જોઈને આ દવાનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

કેલિફોર્નિયાના લા જોલામાં સ્થિત ઇક્વિલિયમ નામની દવા કંપનીને અમેરિકાએ 29 ઓક્ટોબરે ઇટોલીઝુમાબ(Itolizumab)ના કોરોના ટ્રાયલની મંજૂરી આપવામાં આવી હતી. ઇક્વિલિયમે યુએસ ફાઇનાન્સિયલ રેગ્યુલેટરને પત્ર લખીને જણાવ્યું છે કે, તે ભારતમાં ઇટોલીઝુમાબ(Itolizumab)ના ઉપયોગ અને ઇટોલિઝુમાબથી સંબંધિત ડેટા અંગે ખૂબ જ ઉત્સાહિત છે.

DCGIએ કોવિડ -19 ની સારવાર માટે ત્રણ દવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. પ્રથમ દવા ફેવીપીરાવીર (Favipiravir) હતી. તે ઈન્ફલ્યુએન્ઝાની દવા છે. આને કારણે, હળવાથી મધ્યમ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેનો ઉપયોગની મંજૂરી જૂનમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત, એન્ટિ-વાયરલ ડ્રગ રીમડેસિવીર(Remdesivir)ના ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ, જુલાઈ મહિનામાં, DCGIએ ઇટોલીઝુમાબ(Itolizumab)ના ઉપયોગની મંજૂરી આપી.

ફક્ત ભારત જ કોવિડ-19ની સારવાર માટે માત્ર ભારત જ ઝડપથી કામ કરી રહ્યું છે. અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન (EUA’s) માટે ત્રણ દવાઓને મંજૂરી આપી હતી. પ્રથમ, એન્ટિબોડી સમૃદ્ધ પ્લાઝ્મા સાથેની સારવાર, બીજું મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન (Hydroxycholoroquine) અને ત્રીજી રેમડેસિવીર (Remdesivir)છે. જ્યારે એફડીએ દવાઓને મંજૂરી આપે છે, ત્યારે તે લોકોને જાહેરનામું બહાર પાડે છે. જેમાં તે આ દવાઓનો ઉપયોગ કરવા પાછળનું કારણ, ફાયદા અને ગેરફાયદા સમજાવે છે. જો કે, પછીથી હાઇડ્રોક્સિક્લોરોક્વિન પાછું ખેંચી લેવામાં આવી હતી.

સેવાગ્રામ સ્થિત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના પ્રોફેસર સહજ રાથીએ કહ્યું હતું કે, ભારતમાં તે જાણી શકાતું નથીકે, ‘દવાઓનાં પ્રતિબંધિત યુઝ’નું મહત્વ શું છે. આ શબ્દોનો ઉપયોગ ભારતના કોઈ કાયદા, નીતિ અથવા નિયમન સંબંધિત દસ્તાવેજોમાં નથી.

અનંત ભાને કહ્યું કે, ડીસીજીઆઈએ કોવિડ -19 દવાઓ અને રસીઓને પ્રમાણિત કરવા સલામતી સમિતિની રચના કરી છે. પરંતુ આ સમિતિના સદસ્ય કોણ છે તે વિશે કોઈને કોઈ જાણકારી નથી. આ અંગેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

સહજ રાઠી કહે છે કે ફવિપીરાવીરના કિસ્સામાં, ત્રણ અલગ અલગ ડોઝ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ડોઝ 200, 400 અને 800 મિલિગ્રામના છે. સલામતી સમિતિની બેઠકો પછી બહાર પાડવામાં આવેલા બ્રીફમાં આ વાત બહાર આવી છે. જ્યારે, અહીંના વૈજ્ઞાનિકોએ આ માટે સખત મહેનત કરવાની જરૂર હતી.

વૈજ્ઞાનિકો કહે છે કે, ફેવીપીરાવીર અને ઇટોલીઝુમાબ કોઈપણ કિંમતે કોરોનાની સંપૂર્ણ સારવાર કરી શકતા નથી. ગ્લેનમાર્ક, ફેવિપીરવીરના ઉત્પાદક, ડ્રગ લીધા પછી માત્ર 150 દર્દીઓ પર પ્રયાસ કરાયો હતો. તે હળવા અને સાધારણ બીમાર લોકોનો ઇલાજ કરી શકે છે.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે