વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં એક રહસ્યમયી વસ્તુની શોધ કરી છે, જે સૂર્ય કરતા કરોડ ગણી વધારે ચમકદાર અને પૃથ્વીથી લગભગ 380 કરોડ પ્રકાશ વર્ષ દૂર છે. જાણકારી અનુસાર આ વસ્તુની ચમક સૂર્ય કરતા 57 હજાર કરોડ ગણી વધુ છે. જોકે, વધારે દૂર હોવાના કારણે આ આપણને જોવા મળતી નથી પરંતુ આમાંથી નીકળનારી ઉર્જા એટલી વધુ છે કે કોઈ પણ વસ્તુને સળગાવીને ભસ્મ કરી દે.

વૈજ્ઞાનિક આને ગરમ ગેસનો ગોળો ગણાવી રહ્યા છે પરંતુ હકીકતમાં આ શું છે તેની તેમને પણ જાણકારી નથી. કોઈક આને સુપરનોવા તો કોઈક બીજુ કંઈક ગણાવી રહ્યા છે. જોકે મોટાભાગના વૈજ્ઞાનિકોએ આને એક પ્રકારનો સુપરનોવા જ ગણાવ્યુ છે. આ અત્યાર સુધીમાં મળેલા તમામ સુપરનોવામાં સૌથી વધારે દૂર, તાકાતવર અને તેજ છે. આને 1થી 10 ની વચ્ચેના સ્કેલથી બહાર 11 મા નંબરે રાખવામાં આવી રહ્યા છે.
ગેસના આ ગોળાને સૌથી પહેલા સ્કાય ઓટોમેટેડ સર્વે ઓફ સુપરનોવા (ASAS-SN, ટેલિસ્કોપનું નેટવર્ક) એ જોયુ છે. આ નેટવર્કે અત્યાર સુધી 250થી પણ વધુ સુપરનોવાની શોધ કરી છે. આ નેટવર્કનું કામ અંતરિક્ષમાં શોધ કરવાનું છે.
ASAS-SN અત્યાર સુધીમાં જેટલા પણ સુપરનોવા શોધ્યા છે તેમાંથી આ સૌથી મોટુ છે. જાણકારી અનુસાર આ એક સાધારણ સુપરનોવાની સરખામણીએ 200 ગણુ વધારે ચમકદાર છે. અંતરિક્ષમાં હાજર તમામ તારાને એકત્રિત કરી દેવામાં આવે તો પણ આ એટલુ મોટુ નહીં હોય જેટલુ કે આ સુપરનોવા છે.
આની ચમક પાછળના કારણ તરીકે વૈજ્ઞાનિક આને તેજ મેગ્નેટિક ફીલ્ડને ગણાવી રહ્યા છે. તેમનું કહેવુ છે કે આ ઘન તારાનો સમૂહ છે, જેના મેગ્નેટિક ફીલ્ડને ખૂબ મજબૂત માનવામાં આવી રહ્યા છે જે ખૂબ ઝડપથી ફરી રહ્યા છે અને આ કારણે ઉર્જાથી ભરેલી રોશની જોવા મળી રહી છે. વર્તમાનમાં વૈજ્ઞાનિક આનો અભ્યાસ કરી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું