GSTV
Ajab Gajab Trending

ઈતિહાસમાં પ્રથમવાર : ચંદ્રની માટીમાં ઉગ્યાં છોડ-વેલાં, ભવિષ્યની અવકાશયાત્રાઓ માટે અતિ મહત્વની સફળતા

છોડ

ધરતી સિવાયના કોઈ ગ્રહ કે ઉપગ્રહ પર રહેવું મુશ્કેલ છે કેમ કે ત્યાં ધરતી જેવુ વાતાવરણ નથી. વાતાવરણ નથી માટે છોડ-વેલા ઉગતા નથી. ઉગતા નથી માટે ખોરાક-પાણીનો બંદોબસ્ત લાંબો સમય ચાલી ન શકે. પરંતુ એ સમસ્યા હવે દૂર થાય એવી ઐતિહાસિક સફળતા વિજ્ઞાનીઓને મળી છે. કેમ કે ચંદ્ર પરથી જે માટી લવાઈ હતી તેમાં છોડ ઉગાડી શકાયા છે.

છોડ

અમેરિકાએ એપોલો પ્રોગ્રામ દરમિયાન ચંદ્ર પરથી ખડકો, માટી, વગેરે નમુનાઓ લીધા હતા. એ માટીના નમુનાઓ હજુ સાચવી રખાયા છે. તેમાંથી કેટલીક માટીમાં છોડ ઉગી શક્યા છે. એ માટીમાં ધરતી પર છોડ ઉગી શક્યા તો પછી ચંદ્ર પર પણ ઉગી શકે. માટે વિજ્ઞાનીઓને આશા બંધાઈ છે. ચંદ્ર પર છોડ ઉગી શકે તો પછી ચંદ્ર પર લાંબો સમય રહી પણ શકાય.

આ સફળતા અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ મેળવી છે. તેમનું કહેવું છે કે આ શરૃઆતી સફળતા છે અને હજુ ઘણુ કામ આ દિશામાં કરવાનું બાકી છે. પરંતુ નાસા આ શોધથી ભારે ઉત્સાહિત છે. એપેલો 11, 12 અને 13 મિશન દરમિયાન લવાયેલી માટી આ પ્રયોગ માટે વપરાઈ હતી. જોકે આ પ્રયોગ માટે કેટલીક ચમચી જેટલી જ માટી વપરાઈ હતી. સાવ નાનકડા કૂંડાઓમાં છોડ ઉગાડાયા છે. પરંતુ ચંદ્રની માટીમાં છોડ-વેલા ઉગી શકે એ જ બહુ મોટી વાત છે.

છોડ

20 દિવસ સુધી આ છોડવાઓને મોટા થવા દેવામાં આવ્યા હતા. એ પછી તેના ડીએનએનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેના આધારે એ સ્પષ્ટ થયું કે બધા જ બિજ બરાબર રીતે વિકસ્યા હતા. એટલું જ નહીં આ પ્રયોગ મોટા પાયે કરવામાં આવે તો પણ સફળતા મળવાની પૂરી શક્યતા છે.

ભવિષ્યની અવકાશયાત્રાઓ માટે ચંદ્ર મહત્વના ટ્રાન્સપોર્ટમ મથકનો રોલ અદા કરવાનો છે. કેમ કે ચંદ્ર પર બેઝ બનાવીના દૂરના બ્રહ્માંડ સુધી જવાનું પણ સંશોધકોનું આયોજન છે. એ આયોજનમાં પણ આ સફળતા ઉપયોગી છે.

Read Also

Related posts

Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!

Binas Saiyed

મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ

Karan

Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત

Binas Saiyed
GSTV