GSTV

મહિલા સુરક્ષાને ધ્યાને લઈને દેશના આ યંગ સાયન્ટીસ્ટે બનાવ્યું અનોખુ કાપડ, નહિ થાય એસિડની અસર

એસીડ એટેક પર આધારિત છપાક ફીલ્મમા એસીડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલની વાત દર્શાવવામા આવી છે. ત્યારે અમદાવાદમા એસીડ એટેક અંગે જાગૃતિ આવે તે માટે એક કાર્યક્રમ યોજવામા આવ્યો. આ કાર્યક્મમા યંગ સાયન્ટીસ્ટનો ખિતાબ મેળવનાર અર્પીત પાંડે ઉપસ્થીત રહ્યો હતો. અર્પીતે એસીડ પ્રુફ કાપડ બનાવ્યુ છે. વારાણસીના યંગ સાયન્ટીસ્ટે તેનુ રીસર્ચ 9 જુને પુર્ણ કર્યુ હતુ. એક ખાસ પ્રકારનુ કેમીકલ બનાવી કાપડમા પ્રોસેસ કરવામા આવે છે. જેનાથી કાપડ પર એસીડ પડે તો પણ 3 કલાક સુધી કોઇ અસર થતી નથી. આ રીસર્ચને સરકાર દ્વારા માન્યતા આપવામા આવી છે.

થોડા દિવસમા પેટન્ટ પણ આપવામા આવશે. એસીડ એટેકે અટકાવવા માટે વર્લ્ડ બન્સ કોંગ્રેસનુ એક આંતરરાષ્ટ્રીય ગ્રુપ છે. જેમા વિશ્વના એક હજાર લોકો સભ્ય છે. આ સભ્યોમાંથી 35 લોકોનું ગ્રુપ વુમન સેફ્ટી અગેન્સટ એસોલ્ટ પર કાર્ય કરે છે. જેના એક સભ્ય અમદાવાદના મીલીન્દ શાહ છે. તેમનુ કહેવુ છે કે નેશન કમીશન ફોર વુમનનો આંકડો દર્શાવે છે કે 2012માં 85 વર્ષ 2014મા 140 અને 2016 મા 285 એસીડ એટેક થયા હતા. દર વર્ષે મોટી સંખ્યામા એસીડ હુમલા થાય છે. આ પ્રકારના હુમલા અટેકે તે માટે પ્રયાસ કતરવામા આવી રહ્યા છે. મોદી પાઘડી બનાવી જાણીતા થનારા અનુજે એસીડ એટેક અટકાવવા મેસેજ આપવા એક ખાસ પાઘડી બનાવી છે.

READ ALSO

Related posts

કોરાના વાયરસનો પ્રકોપ: દેશનાં પ.બંગાળનાં આ ગામમાં કોરોનાના ડરથી યુવકોને ન આપી એન્ટ્રી, આ રીતે કરાયા કોરોન્ટાઈન

pratik shah

Coronaના સંકટ વચ્ચે રાહતના સમાચાર: અત્યાર સુધી 102 દર્દીઓ ડિસ્ચાર્જ, જાણો ગુજરાતમાં કેટલાં લોકો સ્વસ્થ થયાં

Bansari

કોરોના વાયરસનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, વીડિયો કોન્ફરન્સથી થઈ સુનાવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!