GSTV
Home » News » મંગળ પર પહેલીવાર વિશાળ ભૂમિગત સરોવરની જાણકારી પ્રાપ્ત થઈ

મંગળ પર પહેલીવાર વિશાળ ભૂમિગત સરોવરની જાણકારી પ્રાપ્ત થઈ

મંગળ પર પહેલીવાર વિશાળ ભૂમિગત સરોવરની જાણકારી પ્રાપ્ત થઈ છે. જેના કારણે મંગળ પર વધારે પાણી અને જીવનના અસ્તિત્વની સંભાવના પણ પેદા થઈ ચુકી છે. અમેરિકાની જર્નલ સાઈન્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં સંશોધકોનો દાવો છે કે મંગળના હિમખંડની નીચે એક વીસ કિલોમીટર પહોળું સરોવર મળ્યું છે. આ સરોવર મંગળ ગ્રહ પર મળનારી સૌથી મોટી વોટર બોડી છે.

ઓસ્ટ્રેલિયાના સ્વિનબર્ન યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર એલેન ડફીએ આને શાનદાર સિદ્ધિ ગણાવતા કહ્યુ છે કે આના કારણે જીવનની અનુકૂળ પરિસ્થિતિઓની સંભાવનાઓ ખુલ્લી છે. જો કે એલન ડફી આ સંશોધનનો હિસ્સો રહ્યા નથી. મંગળ ગ્રહ હાલ ઠંડો, ઉજ્જડ અને સુકો છે. પરંતુ ક્યારેક તે ગરમ અને ભેજવાળો હતો. આ કોઈ 3.6 અબજ વર્ષ પહેલા ઘણા પ્રકારના દ્રવીય જળ અને સરોવરો ધરાવતો હતો. વૈજ્ઞાનિકો હાલ પાણીના સંકેતોની જાણકારી મેળવવા માટે ઉત્સુક છે. કારણ કે આ સંશોધન એ રહસ્યની ચાવી છે કે જેમાં મંગળ પર ક્યારેક જીવન હતું કે નહીં. અથવા મંગળ આજે જીવનને અનુકૂળ છે કે નહીં.

જો કે આ સરોવરનું પાણી પીવાલાયક નથી. જો કે કેટલાક વિશેષજ્ઞો શંકા વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે તે બેહદ ઠંડો અને તેમા મોટા પ્રમાણમાં મીઠું અને મિનરલ હાજર છે. તાપમાન કદાચ શૂન્યથી નીચે છે. પરંતુ મેગ્નેસિયમ, કેલ્સિયમ અને સોડિયમને કારણે તે દ્રવ તરીકે હાજર છે. ઓસ્ટ્રેલિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીના ફ્રેડ વોટ્સને ક્હ્યુ છે કે આ અસાધારણ વિશેષતાવાળું સંશોધન છે. તેના કારણે મંગળ ગ્રહ પર જીવિત ઓર્ગેનિઝ્મની હાજરીની અટકળો વધી છે. આ સંશોધનમાં યુરોપિયન સ્પેસ એજન્સીના માર્સ એક્સપ્રેસ ઓર્બિટરના રડાર ઈન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ અભિયાનમાં 2003માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટૂલને માર્સ એડવાન્સ રડાર ફોર સરફેસ એન્ડ લોનોસ્ફીયર સાઉન્ડિંગ કહેવામાં આવે છે. તેના દ્વારા સપાટી પર રહેલા પાણીની જજાણકારી લગાવવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

Related posts

સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, આ બે કારણે 10 ગ્રામ સોનું થયું આટલું મોંઘુ

Ankita Trada

જન્મના પ્રમાણપત્ર માટે લાંચ ન આપી તો, અધિકારીએ 4ને બદલે લખી 104 વર્ષ ઉંમર

Ankita Trada

સુરત ભાજપમાં બખેડો : મંત્રીઓ અને સ્થાનિક નેતાઓનું કરોડોનું રોકાણ જોખમમાં, ગાંધીનગરમાં બાખડ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!