GSTV

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Last Updated on June 25, 2021 by Dhruv Brahmbhatt

વૈજ્ઞાનિકોએ એક એવો બ્લડ ટેસ્ટ વિકસિત કર્યો છે કે જેનાથી 50થી પણ વધારે પ્રકારના કેન્સર વિશે જાણી શકાય છે. એટલું જ નહીં આ ટેસ્ટની વધુ એક ખાસિયત એ છે કે, આ કેન્સરના લક્ષણ આવતા પહેલાં જ તેના હોવાની જાણકારી આપી દે છે. આ મલ્ટી-કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટને ‘Galleri’ નામ આપવામાં આવ્યું છે.

blood Test

માત્ર એક બ્લડ સેમ્પલથી જ થઇ જશે કામ

આ ટેસ્ટના રિસર્ચનું ફંડિગ આપનારી કંપની GRAIL, Inc એ તાજેતરમાં જ અમેરિકી રાજ્યોમાં કેન્સર વિશે જલ્દીથી જાણ મેળવી લેનાર આ મલ્ટી કેન્સર ટેસ્ટ (Multi-Cancer Screening Test) ને દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવી દીધેલ છે. જો કે, ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન પર લખીને આપ્યા બાદ જ આ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

કમાલની વાત એ પણ છે કે, આટલા બધા કેન્સર વિશે ખ્યાલ મેળવી શકનાર આ ટેસ્ટ માટે માત્ર એક બ્લડ સેમ્પલની જ જરૂરિયાત હોય છે. જો કે, આ ટેસ્ટનો ઉપયોગ બ્રેસ્ટ, સર્વાઇકલ, પ્રોસ્ટેટ, લંગ્સ અને બાઉલ કેન્સરની તપાસ માટે જ કરવામાં આવી રહ્યો છે. બાકી 45 પ્રકારના કેન્સરના ટેસ્ટ માટે હાલમાં તેની કોઇ જ ભલામણ નથી કરવામાં આવી.

cancer

સવા લાખથી પણ વધારે લોકોએ ટ્રાયલમાં લીધો છે ભાગ

GRAIL ના આ બ્લડ ટેસ્ટ માટે કરવામાં આવેલ ક્લીનિકલ ટ્રાયલમાં 1,34,000 થી પણ વધારે લોકોએ ભાગ લીધો હતો. આ ટેસ્ટથી એ પણ ખ્યાલ મેળવી શકાય છે કે શરીરના કોઇ પણ ભાગમાં કેન્સર હોય છે. GRAIL ના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. જોશુઆ ઑફમેનએ જણાવ્યું કે, ‘જ્યારે ટેસ્ટ દ્વારા એ ખ્યાલ આવી જાય છે કે, વ્યક્તિને કેન્સર છે, તો તે જગ્યા વિશે પણ સટિકતાથી ખ્યાલ આવી જાય છે. શરીરમાં કેન્સર ક્યાં છે. આ ટેસ્ટ ટ્રીટમેન્ટ કરનારા ડૉક્ટરોને ડાયગ્નોસિસ અને કેરના મામલામાં આગળની યોજના બનાવવામાં ખૂબ મદદ કરે છે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana

કોરોના વાયરસ/ ભારતમાં એક્ટિવ કેસોમાં સતત વધારો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!