GSTV
Home » News » ચીને કેમેરા ક્ષેત્રે કરી નવી ક્રાંન્તિ , ત્યારે આટલા કિમી દૂરથી…..

ચીને કેમેરા ક્ષેત્રે કરી નવી ક્રાંન્તિ , ત્યારે આટલા કિમી દૂરથી…..

ચાઇનીઝ સંશોધકોએ ખાસ AI કૅમેરા ટેક્નિક વિકસાવી છે. આ ટેક્નિકની મદદથી  મનુષ્ય કદ ધરાવતા પદાર્થોને 45 કિમિ દૂરથી ક્લિક કરી શકાય છે. રિસર્ચર જેંગ – પિંગ લીનાં પેપર જર્નલ ArXivમાં પ્રકાશિત થયા છે. તેમાં જણાવ્યાં મુજબ ખાસ કેમેરા ટેક્નોલોજી સ્મૉગ અને પ્રદુષણથી પ્રભાવિત નહિ થાય.

જ્યારે લેઝર અને સ્માર્ટ AI સોફ્ટવેરની મદદથી આ ટેક્નિકથી સારી ગુણવતાની તસ્વીરો ક્લિક કરી શકાશે.  નવી ટેક્નોલોજી આવ્યા આગાઉ જુના કેમેરામાં LIDAR  એટલે કે લાઈટ ડિટેક્શન એન્ડ રેજિંગ ટેક્નિકનો ઉપયોગ થતો હતો. આ બાબતે રિસર્ચરે જણાવ્યું હતું કે નવું સોફ્ટવેર પ્રદુષણ અને સ્મૉગને કારણે ફોટામાં આવતા નોઇસને દૂર કરી દેશે. તેમાં ‘gating’ ટેક્નિકની મદદથી સોફ્ટવેર બાકી માધ્યમોથી રિફ્લેક્ટ થનારાં ફોટોન્સને કેમેરા ક્ષેત્રથી હટાવી દેશે.

ત્યારે આ તે ફોટાનો હિસ્સો નહીં બની શકે. આ રીતે કેમેરામાં અંતર પર સેટ કરી શકાશે. MIT ટેક્નોલોજી રીવ્યુની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે એક ફાયદો તે પણ છે કે કેમેરા 1550 નેનોમીટ વેવલેન્થ વાળું ઇન્ફ્રારેડ લેઝર ઉપયોગમાં લે છે. રિપોર્ટ મુજબ આ વેવલેન્થ કેમેરાની સુરક્ષા સાથે સાથે ફોટોને સોલર ફોટોન્સથી પણ બચાવે છે જે હંમેશા કેમેરાના રિઝોલ્યૂશન અને ફોટાની ગુણવત્તાને પ્રભાવિત કરે છે. આ રીતની ટેક્નિક AIની સાથે સારું પરિણામ આપે છે.

READ ALSO

Related posts

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

Riyaz Parmar

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

Riyaz Parmar

હિન્દુસ્તાની રંગમાં રંગાયુ હ્યુસ્ટન, હાઉડી મોદીમાં દેખાઈ મિની ઈન્ડિયાની ઝલક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!