GSTV
ANDAR NI VAT

બ્રિટિશ વૈજ્ઞાનિકો નેધરલેન્ડની સ્પેસ કંપની સાથે મળીને અવકાશમાં માનવ બાળકોને જન્મ આપવાની ટેકનોલોજી વિકસાવી રહ્યાં છે, જાણો શું છે સમગ્ર મામલો

અવકાશમાં માનવનું જવું શક્ય થઇ ગયું છે, હવે વૈજ્ઞાનિકો ત્યાં બાળકને જન્મ આપવા બાબતેની શોધખોળ અંગેના પ્રયત્નો કરી રહ્યા છે. તાજેતર બ્રિટિશ વૈજ્ઞાનિકો નેધરલેન્ડની એક સ્પેસ કંપની સાથે મળીને અવકાશમાં માનવ બાળકોને જન્મ આપવા ટેકનોલોજી તૈયાર કરી રહ્યા છે. આ ટેકનોલોજીમાં મુખ્યત્વે એક પ્રકારનું કૃત્રિમ ગર્ભાધાન હશે.

આ પ્રકારની ટેક્નોલોજીનો વિકાસ કરી રહેલી નેધરલેન્ડની કંપનીનું નામ સ્પેસબોર્ન યુનાઈટેડ છે. કંપનીની યોજના બાયો-સેટેલાઇટ બનાવવાની છે, જેની અંદર IVF ટ્રીટમેન્ટ આધારે  કૃત્રિમ ગર્ભાધાન તૈયાર કરી બાળકોના જન્મની તૈયારીઓ કરવમાં આવી રહી છે. આ પ્રકારે જન્મતા બાળકોને સ્પેસ બેબીઝ તરીકે ઓળખવામાં આવશે.

આગામી ત્રણ મહિનામાં આ બાયો-સેટેલાઇટની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ તૈયાર થવાની સંભાવના છે. તેને કેનેડાથી લોન્ચ કરવામાં આવશે. સ્પેસબોર્ન યુનાઈટેડના ડો.એબર્ટ એડલબ્રોકે કહ્યું કે, અમારો ઉદ્દેશ્યએ છે કે આપણે ભવિષ્યમાં અવકાશમાં માનવ પ્રજનનની પ્રક્રિયા સંભવ બનાવી શકયે. પરંતુ તે પહેલા આપણે કૃત્રિમ ગર્ભાધાન પર પ્રયોગ કરી અવકાશમાં જન્મેલા બાળકોની સમસ્યાની જાણકારી મેળવામાં આવશે. ડો. એડલબ્રોકે કહ્યું કે, પહેલા અમે મેડિકલ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બાળકોને નૈતિકતા સાથે શરૂઆત તબક્કામાં ઉંદરના શુક્રાણુ અને ઇંડામાંથી બનાવીશું.

આ પ્રોજેક્ટમાં એસ્ગાર્ડિયા નામનું સ્પેસ નેશન વેન્ચર પણ સામેલ છે, જે પૃથ્વીની બહાર માનવ વસાહત કરવા માંગે છે. આ વેન્ચરની રચના 2016માં કરવામાં આવી હતી.  વર્ષ 2019માં ડૉ. એડલબ્રોકે કહ્યું હતું કે, 12 વર્ષની અંદર માણસ અવકાશમાં પ્રથમ બાળકને જન્મ આપશે. આ વિકાસ વર્ષ 2031 સુધીમાં પૂર્ણ થઈ જશે. જોકે, હાલમાં તે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં જ શક્ય છે

Also Read

Related posts

અખિલેશ યાદવની ટીમ-2024 માં કોણ હશે? શું કોંગ્રેસને લાગશે મોટો ઝટકો?

Nakulsinh Gohil

ઓસ્ટ્રેલિયાને પગલે ચાલીને ગેરકાયદે પ્રવાસીઓ સામે બ્રિટન થયું કડક, ઈંગ્લિશ ચેનલને પાર કરી બ્રિટન પહોંચ્યા

HARSHAD PATEL

દુબઈમાં ટ્રકચાલક થી ભિંદરવાલા 2.0, જાણો કોણ છે અમૃતપાલ સિંહ? ભડકાઉ ભાષણોથી લોકોને ઉશ્કેર્યા

HARSHAD PATEL
GSTV