ઈરાનના સર્વોચ્ચ પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફકરીઝાદેહની શુક્રવારે હત્યા કરી દેવાઈ હતી. તેઓ પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમની કાર પર વિસ્ફોટક અને ગોળીબાર દ્વારા હુમલો થયો હતો. બાદમાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા હતા. તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમના જનક પૈકીના એક હતા અને ઇરાનમાં અતિ મહત્ત્વના વ્યક્તિ ગણાતા હતા.
Iran's top nuclear scientist Mohsen Fakhrizadeh assassinated near Tehran: Iran's Press TV
— ANI (@ANI) November 27, 2020
હુમલામાં ઈઝરાયેલનો જ હાથ હોવાની શંકા
આ હત્યા ઈઝરાયેલી કરાવી હોવાનો ઈરાનનો આક્ષેપ છે. ઈરાની નેતા આયોતોલ્લાહ ખૌમેનીએ કહ્યું હતું કે અમે આ પ્રહારનો બદલો લઈશું. એ પહેલા ઇરાની વિદેશમંત્રીએ કહ્યું હતું કે હુમલામાં ઈઝરાયેલનો જ હાથ હોવાની શંકા છે. આ હત્યા ઇરાન પર થયેલો આતંકી હુમલો છે માટે તેના જવાબદારોને ક્યારેય છોડવામાં નહીં આવે. કેટલાક નિષ્ણાંતોના મતે હત્યા પાછળ ઈઝરાયેલ ઉપરાંત અમેરિકાનો પણ હાથ હોઈ શકે.

અનેક પ્રકારના વિઘ્નો ઉભા કરી ચૂક્યા છે
ઈરાનની ધમકી પછી દુનિયાભરમાં આવેલી ઈઝરાયેલી એમ્બેસી ઓફિસની સુરક્ષા વધારી દેવાઈ છે. ઈઝરાયેલને વળતા પ્રહારનો ડર લાગી રહ્યો હોવાનું જણાય છે. ઈરાન પરમાણુ બોમ્બ ન બનાવે એ માટે અમેરિકા-ઈઝરાયેલ વર્ષોથી સક્રિય છે અને અનેક પ્રકારના વિઘ્નો ઉભા કરી ચૂક્યા છે. ઈરાની નેતાએ કહ્યું હતું કે મોહસિનની શહાદત એળે નહીં જાય, તેઓ જે કામગીરી કરતા હતા એ ચાલુ જ રહેશે.
પરમાણુ બોમ્બ તૈયાર કરી રહ્યા હતા
ઈરાનના પરમાણુ કાર્યક્રમ અમાદના મોહસિન વડા હતા. અગાઉ ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન પણ મોહસિનને ઈઝરાયેલ માટે ખતરો ગણાવી ચૂક્યા હતા. અમેરિકી સરકારના રિપોર્ટ પ્રમાણે પણ મોહનિસ ઈરાન માટે પરમાણુ ઊર્જાના નામે પરમાણુ બોમ્બ તૈયાર કરી રહ્યા હતા. સંભવતઃ એ પરમાણુ કાર્યક્રમ અટકાવવા જ તેમની હત્યા કરવામાં આવી છે.
READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ