ચીનના વુહાનમાંથી આવેલા કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. હજુ સુધી સમગ્ર વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્તિ મળી નથી. અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ચીને સમગ્ર વિશ્વ માટે ફરી એકવાર જોખમનું એલર્ટ આપી દીધું છે. વૈજ્ઞાનિકોને ચીનના ચામાચિડીયામાં એક નવો વાયરસ સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે. આ વાયરસ કોરોના જેવો જ છે. ચિંતાની વાત એ છે કે, આ વાયરસ માણસોમાં પણ ફેલાઈ શકે છે.

ચીન અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ લાઓસ અને મ્યાનમારની સીમાને અડીને આવલ યુન્નાન પ્રાંતમાંથી 149 ચામાચિડીયાના નમૂના લીધા છે. આ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ચામાચિડીયામાં પાંચ નવા વાયરસ સામે આવ્યા છે, જે માણસો અને પશુઓમાં પણ ફેલાઈ શકે છે. આ એક એવો વાયરસ છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં કોવિડ-19નું સંક્રમણ ફેલાયું હતું.
વાયરસ ફેલાવવાનું જોખમ
સિડની યુનિવર્સિટીમાં એક વિકાસવાદી જીવવિજ્ઞાની અને વાયરોલોજિસ્ટ તથા રિપોર્ટના કો-રાઈટર પ્રોફેસર એડી હોમ્સે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે ચામાચિડીયામાં હજુ પણ SARS-COV-2 જેવા વાયરસ જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસની જેમ આ વાયરસ ફેલાવવાનું પણ જોખમ જોવા મળી રહ્યું છે. સંશોધનકર્તાઓએ એક વારમાં જ ચામાચિડીયાને સંક્રમિત કરતા અનેક વાયરસ શોધી લીધા છે.

કોરોનાની જેમ ફેલાઈ શકે છે આ વાયરસ
BtSY2માં સ્પાઈક પ્રોટીનનો મહત્વપૂર્ણ ભાગ હોય છે, જે કોવિડ જેવી માનવ કોશિકાઓ પર હુમલો કરે છે. જેના પરથી કહી શકાય કે, આ વાયરસ માણસોમાં પણ ફેલાઈ શકે છે. યુન્નાન પ્રાંતમાં પહેલેથી જ અનેક રોગજનક વાયરસ મળી આવ્યા છે, જેમાં SARS-CoV-2 પણ શામેલ છે. જેમ કે, બેટ વાયરસ RaTG1313 અને RpYN0614. આ વાતના પહેલેથી જ અનેક પુરાવા મળી આવ્યા છે કે, SARS-CoV-2 ચામાચિડીયામાં મળી આવ્યો હતો. આ પૈંગોલિન એક સ્તનપાયી માધ્યમથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. આ વાયરસનો ચેતવણી તરીકે સ્વીકાર કરવો જોઈએ. હાલમાં અનેક એવા વાયરસ છે, જેના કારણે લોકો સંક્રમિત થયા છે અને ગંભીર પરિણામોનો સામનો પણ કર્યો છે. કોરોના બાદ સતત કામધંધાથી લઈ તમામ જીવનને મોટા પાયે અસર થઈ છે. ત્યારે હવે આ પ્રકારના સમાચારથી સ્વાભાવિક રીતે જ લોકોમાં ફફડાટ જોવા મળે છે.
Also Read
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર