GSTV

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Last Updated on July 27, 2021 by Pritesh Mehta

હિન્દ મહાસાગરની નીચે એક પ્રાચીન જ્વાળામુખી આવેલો છે. વૈજ્ઞાનિકોએ પહેલી વાર આ પ્રાચીન જ્વાળામુખીની આંખની શોધ કરી હતી, આ આંખને સામાન્ય ભાષામાં કોલ્ડેરા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ તેની શોધ બાદ તેની ડિગ્રી મેપિંગ કર્યું. ત્યારબાદ જે જોવા મળ્યું તે હોલીવુડ ફિલ્મ લોર્ડ ઓફ ધ રિંગ્સના ‘આઈ ઓફ સોરોન’ જેવી દેખાતી આકૃતિ હતી.

હિન્દ મહાસાગર

વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પ્રાચીન જ્વાળામુખીની ‘આંખ’ માંથી એક સમયે લાવા બહાર આવતો હશે. પરંતુ સમુદ્રની નીચે ડૂબી જવાને અને આટલા પ્રાચીન હોવાને કારણે હવે તે સંપૂર્ણ રીતે ઠંડો પડી ગયો છે. વૈજ્ઞાનિકોને કોલ્ડેરા ઉપરાંત બે અન્ય સમૃદ્વિ બનાવટ પણ જોવા મળી છે. તેને ટોલકીન્સ મિડલ અર્થ કહે છે.

એક અહેવાલ મુજબ, આ પ્રાચીન જ્વાળામુખીની આંખ લગભગ 6.2 કિલોમીટર લાંબી અને 4.8 કિલોમીટર પહોળી છે. આ કોલ્ડેરા 984 ફુટ ઊંચી દીવાલોથી ઘેરાયેલો છે. આ રીતે તે જોવામાં આંખની પાંપણો જેવું લાગે છે, આ પ્રાચિન જ્વાળામુખી ક્રિસમસ આઇલેન્ડના દક્ષિણ પૂર્વમાં 280 કિલોમીટર દૂર આવેલો છે. ક્રિસમસ આઇલેન્ડ ઓસ્ટ્રેલિયાનો ભાગ છે જે દેશના દરિયાકિનારાથી દૂર આવેલો છે. આ જ્વાળામુખી 10170 ફૂટની ઊંડાઇએ આવેલો છે.

આ પ્રાચીન જ્વાળામુખીની શોધ ઓસ્ટ્રેલિયાના કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (CSIRO)ના વિજ્ઞાનિકોએ કરી છે. આ વૈજ્ઞાનિક રિસર્ચ વેસલ ઇન્વેસ્ટિગેટર પર સમુદ્રમાં ગયા હતા. આ દરમ્યાન પોતાના પ્રવાસના 12માં દિવસે તેમણે જ્વાળામુખીની શોધ કરી હતી. વૈજ્ઞાનિકોએ કોલ્ડેરા અને આસપાસના સમુદ્ર તળનું ડિગ્રી માનચિત્ર બનાવવા માટે મલ્ટીબીમ સોનારનો ઉપયોગ કર્યો હતો.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કોલ્ડેરાનું નિર્માણ જ્વાળામુખીના વિસ્ફોટ વાળા ઉપરના ભાગના તૂટીને ખતમ થઇ ગયા બાદ થાય છે. મ્યુઝિયમ વિક્ટોરિયા ઈન ઓસ્ટ્રેલિયાના સિનિયર ક્યુરેટર અને મુખ્ય વૈજ્ઞાનિક ટિમ ઓ હારાએ જણાવ્યુંછે કે સપાટી પર હોવાને કારણે ઓગળેલો લાવા ઉપર આવે છે, તેનાથી એક ખાંડનું નિર્માણ થાય છે. ત્યારબાદ ક્રસ્ટ તૂટી જાય છે અને ક્રેટર બને છે.

જ્વાળામુખીય ક્રેટરની આસપાસનો વિસ્તાર બે અન્ય ઉલ્લેખનીય સંરચનાઓનું પણ ઘર છે. ઓ હારા એ લખ્યું કે અહીં માત્ર જ્વાળામુખીની આંખ જ અસ્તિત્વમાં નથી. દક્ષિણમાં આગળ મેપિંગથી જાણવા મળ્યું છે કે એક નાનો દરિયાઈ પર્વત પણ અને જ્વાળામુખીય કોન્સથી ઢંકાયેલો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

ટ્રક ડ્રાઈવરને મળી રહ્યો છે 72 લાખ પગાર, કહ્યું- આટલું તો મારો બોસ પણ નથી કમાતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!