GSTV
India News

વેદમાંથી વિજ્ઞાનની ઉત્તપત્તિ થઇ છે, વિદેશીઓએ નકલ કરી અને નવું નામ આપ્યું: ISRO ચીફ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ( ISRO )ના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે વિજ્ઞાનની ઉત્પત્તિ વેદમાંથી થઇ છે, પરંતુ આ જ્ઞાન અરેબિયાના રસ્તે પશ્ચિમી દેશોમાં પહોંચ્યું અને ત્યાંના વૈજ્ઞાનિકોએ પોતાના નામે તેનો પ્રચાર કર્યો. બીજગણિત, વર્ગમૂળ, સમયની ગણતરી, આર્કિટેક્ચર, બ્રહ્માંડનો આકાર, ધાતુશાસ્ત્ર અને ઉડ્ડયન વગેરેની જાણકારી પહેલા વેદમાં જોવા મળે છે. 

વધુમાં એસ. સોમનાથે કહ્યું, સમસ્યા એ હતી કે આ જ્ઞાન સંસ્કૃત ભાષામાં હતું અને આ ભાષા લખાઈ ન હતી. લોકો એકબીજા પાસેથી જ્ઞાન લેતા અને યાદ કરતા. પાછળથી, તેને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉજ્જૈનના મહર્ષિ પાણિની સંસ્કૃત અને વેદ યુનિવર્સિટીમાં સંબોધન કરતા સોમનાથે જણાવ્યું હતું કે, પાણિનીએ સંસ્કૃતનું વ્યાકરણ લખ્યું.

સોમનાથે કહ્યું, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોને સંસ્કૃત બહુ ગમે છે. કમ્પ્યુટર માટે આ ભાષા ખૂબ જ સરળ છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તેને સરળતાથી વાંચી શકે છે. ગણતરીમાં સંસ્કૃતનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેના પર ઘણું સંશોધન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં સંસ્કૃતમાં સર્જાયેલું સાહિત્ય માત્ર સાહિત્યિક દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ મહત્ત્વનું છે. સંસ્કૃતમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભ્યાસ વચ્ચે કોઈ તફાવત નથી.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV