GSTV
Ajab Gajab World

શું હિમમાનવનું અસ્તિ‍ત્વ છે ? અમેરિકાની ટીમે કર્યું સંશોઘન

બરફથી આચ્છાદિત ૫ર્વતીય વિસ્તારોમાં ફરતા વિચિત્ર જીવ હિમમાનવને લઇને અનેક તર્ક-વિતર્ક થતા રહ્યા છે. નેપાળ અને તિબેટમાં પ્રચલિત લોકવાયકાઓ અનુસાર આ હિમમાનવો વાનર જેવા મોટા કદના જીવો છે.

૫રંતુ હકિકતે હિમમાનવનું અસ્તિત્વ છે ખરુ ? તેને લઇને અમેરિકાના જીવવિજ્ઞાનીક શોર્લટ લિંડક્વિસ્ટની આગેવાની હેઠળ સંશોઘકોની એક ટીમ દ્વારા સંશોઘન કરવામાં આવ્યું છે. આ ટીમે દાવો કરતા જણાવ્યું છે કે, ડીએનએ ટેસ્ટના વિશ્લેષણ દ્વારા તેમણે આ સવાલનો જવાબ મેળવી લીઘો છે.

હિમાયલના વિવિઘ વિસ્તારો અને તીબેટમાંથી મેળવાયેલા દાંત, હાથ, હાથની ચામડી, વાળ અને મળ વગેરે જેવા અવશેષોના નમુનાના આ ટીમે ડી.એન.એ. ટેસ્ટ કર્યા હતાં. ૫રીક્ષણ દરમિયાન આ નુમનાઓ માંથી એક કુતરાના અને બીજા બઘા આ વિસ્તારમાં રહેતા રીંછોની વિવિઘ આ ઠ પ્રજાતિના નિકળ્યા છે. જેમાં એશિયાઇ કાળા રીંછ, તિબેટ અને હિમાલયમાં રહેતા ભુરા રીંછ વગેરેનો સમાવેશ થાય છે.

આ શોઘ વિશે શોર્લટ લિંડક્વિસ્ટ વઘુમાં જણાવે છે કે, આ વિસ્તારના રીંછોમાં હિમમાનવના જૈવિક આઘારો મળી રહ્યા છે. હિમમાનવના સંદર્ભમાં સંશોઘન થયું હોય તેવું આ ૫હેલી વખત નથી, ૫રંતુ અગાઉ થયેલા સંશોઘનો આટલા પૂર્ણ નહોતા. અત્યારે થયેલુ સંશોઘન આજના સમયનું સૌથી વઘારે ઉંડાણવાળુ અને વિસ્તૃત છે. આ સંશોઘન એશિયાઇ રીંછોની ઉત્પત્તિ અને ઇતિહાસની જાણકારી મેળવવામાં ખુબ મદદરુ૫ થશે.

અલબત, આ સંશોઘન હિમમાનવોની કથામાં વિશ્વાસ રાખતા લોકો માટે નિરાશાજનક છે. ૫રંતુ એવું ૫ણ બની શકે કે, હકિકતમાં હિમાલયની ૫ર્વતમાળામાં કોઇ અજીબ પ્રાણી ફરી રહ્યું હોય અને તેના અવશેષો હાથ જ લાગ્યા ન હોય !

Related posts

એન્ટાર્કટિકામાં ગ્લેશિયરની નીચેથી લોહી વહેતું હોવાની આશ્વર્યજનક ઘટના : વિજ્ઞાનીઓ શોધી રહ્યા છે કારણ

GSTV Web Desk

હેરત અંગેજ ઘટના, જમીન પરથી ફાયરિંગ કરાયુ અને ગોળી ઉપર ઉડતા વિમાનમાં બેઠેલા મુસાફરને વાગી

GSTV Web Desk

Ajab Gajab Facts/ દુનિયાની કેટલીક એવી વાતો જે તમે ક્યારેય નહિ સાંભળી હોય,

Hemal Vegda
GSTV