GSTV

આ મહિનાથી શરૂ થઇ શકે છે શાળાઓ, તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની વિચારણા

દેશમાં એક તરફ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે તો બીજી તરફ અત્યારસુધી બંધ રાખવામાં આવેલ શાળાઓ ફરી શરૂ કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. આના માટે કેન્દ્ર સરકાર 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર સુધીમાં તબક્કાવાર શાળાઓ ફરી શરૂ કરવા સરકાર તૈયારીઓ કરી રહી છે. તો સાથે સાથે શાળાઓ સહીત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ તબક્કાવાર શરૂ કરવામાં આવી શકે છે.

શાળાઓ

અંતિમ અનલોકની ગાઈડલાઇનમાં થઇ શકે છે જાહેરાત

કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધનના વડપણમાં કોવિડ-19 મેનેજમેન્ટ માટે બનેલી મંત્રીઓની કમિટી સાથે સંકળાયેલા સચિવોની સમિતિ દ્વારા આ મુદ્દે વ્યાપક ચર્ચા કરવામાં આવી રહી છે. હાલ ચાલી રહેલા અનલોક 3.0 ઓગસ્ટની 31 તરીકે પૂર્ણ થઇ રહયું છે. ત્યારબાદ, બાકીની પ્રવૃત્તિઓને પણ ખુલ્લી મુકવા અંગે રાજ્યો માટે જાહેર કરવામાં આવનાર આખરી ગાઈડલાઇનમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ ખોલવામાં આવે તેવી જાહેરાત થઇ શકે છે. જોકે, વિદ્યાર્થીઓને કેવી રીતે શાળાએ બોલાવવા અને શાળાઓ ખોલવી કે નહિ તે અંગેનો આખરી નિર્ણય સરકારો પર છોડવામાં આવશે.

શાળાઓ ખોલવા માટે જાહેર કરાશે એસઓપી

શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાના સંદર્ભમાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોસિજર નક્કી કરવામાં આવશે. આ પ્રોસિજર તૈયાર કરવા માટે સ્કૂલ શિક્ષણ વિભાગ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં બાળકોના માતાપિતાએ પોતાની વાત રજુ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે વાલીઓ પોતાના બાળકોને કોરોના મહામારીના ભયને કારણે હાલ સ્કૂલે મોકલવા માંગતા નથી.

કેન્દ્રીય આરોગ્ય અને શિક્ષણ મંત્રાલય તૈયાર કરશે ગાઇડલાઇન

ચર્ચામાં રાજ્ય સરકારોએ જણાવ્યું હતું કે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વધુ નુકશાન થઇ રહ્યું છે. એક અધિકારીના જણાવ્યા મુજબ જે રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે તેવા રાજ્યો મોટા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવા વધુ ઉત્સુક છે. આ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ ગાઇડલાઇન મુજબ જ તબક્કાવાર શાળાઓ ખોલવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે.

MUST READ:

Related posts

બેરોજગારોનો વિરોધ મોદીના જન્મદિવસની ઉજવણીને કલંકીત કરી ગયો, મોદી કરતાં 8 ગણો વધારે મળ્યો રિસ્પોન્સ

Ankita Trada

મોદીની ટીકાઓ કરવી હવે પડી ભારે, ભાજપના શાસનમાં જ ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શૌરી સામે નોંધાયો કેસ

Bansari

શિવરાજના ભાષણમાં મંત્રી એવા ઊઘ્યાં કે આખરે થાકીને કલેક્ટરે ઉઠાડવા પડ્યા, લોકોએ કહ્યું ઉંઘ્યા નહોતા સમાધીમાં ગયા હતા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!