GSTV
Home » News » અયોધ્યાના ઐતિહાસિક ચુકાદાના પગલે 6 રાજ્યોમાં આજે બંધ રહી સ્કૂલ-કોલેજ

અયોધ્યાના ઐતિહાસિક ચુકાદાના પગલે 6 રાજ્યોમાં આજે બંધ રહી સ્કૂલ-કોલેજ

અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ શનિવારે સવારે 10.30એ ચુકાદો આપ્યો છે. અયોધ્યાના ઐતિહાસિક ચુકાદાને પગલે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત 6 રાજ્યોમાં સ્કૂલો કોલેજોમાં રજાનું એલાન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં સુરક્ષા બળોની 47 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ઉપરાંત કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને દિલ્હીમાં શનિવારે સ્કૂલો બંધ રહેશે. ઉત્તર પ્રદેશના અલીગઢ અને મુઝફ્ફરનગર, રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે.

ઉતરપ્રદેશ સરકારે સતર્કતાના ભાગરૂપે 9થી 11 નવેમ્બર સુધી શાળા-કોલેજ, એજ્યુકેશનલ સેન્ટર અને ટ્રેનિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. યુપીમાં 9થી 11 નવેમ્બર સુધી શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે.જો કે 12 નવેમ્બરે ગુરૂનાનક જયંતિ હોવાથી જાહેર રજા રહેશે તેથી ઉત્તર પ્રદેશમાં 9થી 12 નવેમ્બર સુધી શાળા-કોલેજ બંધ રહેશે આ સાથે સમગ્ર રાજ્યમાં હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે.

અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે અયોધ્યામાં રામલલ્લાના દર્શન પર કોઈ પ્રતિબંધ લગાવાવમાં આવ્યો નથી. મધ્ય પ્રદેશમાં પણ નિર્ણયને ધ્યાનમાં રાખીને શનિવારે સ્કૂલ-કોલેજોમાં રજા રાખવામાં આવી છે.

ઉત્તરપ્રદેશ સહિત દેશભરમાં એલર્ટ

ઉતરપ્રદેશ સરકારે સતર્કતાના ભાગરૂપે 9થી 11 નવેમ્બર સુધી શાળા-કોલેજ, એજ્યુકેશનલ સેન્ટર અને ટ્રેનિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. યુપીમાં 9થી 11 નવેમ્બર સુધી શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે.જો કે 12 નવેમ્બરે ગુરૂનાનક જયંતિ હોવાથી જાહેર રજા રહેશે તેથી ઉત્તર પ્રદેશમાં 9થી 12 નવેમ્બર સુધી શાળા-કોલેજ બંધ રહેશે આ સાથે સમગ્ર રાજ્યમાં હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે.

સરકારે લોકોને સંયમ દાખવવાની અપીલ કરી છે. સાથે તંત્ર દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. યુપીના વારાણસી, પ્રયાગરાજ, આગ્રા, મેરઠ, લખનૌ, મથુરા, મુરાદાબાદ, ગોરખપુર, અલીગઢ સહિત તમામ અન્ય જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઇ છે.આ જિલ્લામાં અધિકારીઓને સતર્કતા દાખવવા અને સંવેદનશીલ સ્થળોએ પેટ્રોલિંગ વધારવાના નિર્દેશ અપાયા છે. 2.77 એકર જમીનની માલિકી હકનો વિવાદ અયોધ્યામાં 2.77 એકર જમીનની માલિકી હકનો વિવાદ છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે 30 સપ્ટેમ્બર 2010ના રોજ ચુકાદો આપ્યો હતો.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન?, મોદી વિદેશ જાય પહેલાં બોલાવેલી કેબિનેટ બેઠકમાં થઈ આ ચર્ચા

Mansi Patel

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તો સુપ્રિમ કોર્ટનાં શરણે જશે શિવસેના, માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેએ બેઠક યોજી

Mansi Patel

છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ થયા કોંગ્રેસ નેતા ડી કે શિવકુમાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!