આધાર કાર્ડના અભાવે કોઈ પણ બાળકને લાભ અને તેના અધિકારથી વંચિત ન કરાય

ભારતીય વિશિષ્ટ પહેચાન પ્રાધિકરણ (યુઆઈડીએઆઈ)એ શાળાઓને પ્રોત્સાહિત કરવા માટે કહ્યું કે, તેઓ સ્થાનિક બેંકો, પોસ્ટ ઓફિસ કાર્યાલયો, રાજ્ય શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની સાથે મળી પોતાના પરિસરમાં બાળકોનુ આધારકાર્ડ બનાવવા અને તેને અપડેટ કરવા માટે વિશેષ શિબિર બોલાવે. સાથે જ શાળાઓને કહ્યું કે તે આધાર કાર્ડના અભાવથી શાળામાં બાળકોને ભરતી કરવાનો ઈનકાર કરી શકશે નહીં. આવુ કરવાથી ગેરકાયદેસર ઠેરવવામાં આવશે.

પીટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલી સૂચનામાં યુઆઈડીએઆઈએ કહ્યું, આ નક્કી થવુ જોઈએ કે આધાર કાર્ડના કારણે કોઈ પણ બાળકને લાભ અને તેને તેના અધિકારથી વંચિત રાખવો ના જોઈએ. આ સાથે યુઆઈડીએઆઈએ ચેતવણી આપી હતી કે જો આધાર કાર્ડ વિના બાળકોને ભરતી કરવાનો ઈનકાર કરી દેવાશે તો તે કાયદા હેઠળ ગેરકાયદેસર ગણાશે અને આવુ કરવાની પરવાનગી નથી.

યુઆઈડીએઆઈના આ પગલાથી વિદ્યાર્થીઓ અને તેવા બાળકોના માતા-પિતા માટે મોટી રાહત છે, જેની પાસે આધાર સંખ્યા નથી. યુઆઈડીએઆઈએ કહ્યું, જ્યાં સુધી આવા વિદ્યાર્થીઓ માટે આધાર નંબર જાહેર ન થાય અને બાયોમેટ્રિકને અપડેટ ના કરાય ત્યાં સુધી તેમને બધી સુવિધાઓની ઓળખાણ સ્થાપિત કરવા માટે અન્ય માધ્યમો દ્વારા પૂરી પાડવામાં આવે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter