GSTV

કોરોના : 2 કરોડ બાળકીઓનું સ્કૂલનું શિક્ષણ આવશે ખતરામાં, સરવેમાં થયા મોટા ખુલાસા

કોરોના વાયરસ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ ગંભીર અસર પાડી શકે છે. ખાસ કરીને બાળકીઓનો અભ્યાસ તેના કારણે ખતરામાં છે. રાઈટ ટૂ એજ્યુકેશન ફોરમના સેન્ટર ફોર બજેટ એન્ડ પોલિસી સ્ટડીઝ દ્વારા દેશના પાંચ રાજ્યોમાં ગર્લ્સ એજ્યુકેશન ઉપર સ્ટડી કરવામાં આવ્યો હતો અને તેના તારણો ડરાવે તેવા છે. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે, કોરોનાના કારણે દેશની બે કરોડ બાળકીઓનું સ્કૂલ શિક્ષણ ખતરામાં આવી શકે છે.

70 ટકા પરિવારોએ કબૂલ્યું હતું કે અમારી પાસે બે ટંક ખાવાના પણ ફાંફા

આ સ્ટડીમાં યુપી, બિહરા, આસામ, તેલગંણા અને દિલ્હીના કેટલાક જિલ્લાઓમાં રહેતા 3000 કરતા વધારે પરિવારોને સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ પરિવારો આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા હતા. જેમાં 70 ટકા પરિવારોએ કબૂલ્યું હતું કે, અમારી પાસે બે ટંક ખાવાના પણ ફાંફા છે અને આવા સંજોગોમાં બાળકોનું અને ખાસ કરીને બાળકીઓનું ભણતર ખતરામાં છે. ટીએનએજર વિદ્યાર્થીનીઓ પૈકી 37 ટકાએ આ સર્વેમાં કહ્યું હતું કે, અમે હવે સ્કૂલે પાછા ફરી શકીશું કે નહી તે નક્કી નથી.

6 થી 14 વર્ષની વયના બાળકો માટે એક થી 8 ધોરણ સુધી નિશુલ્ક શિક્ષણની વ્યવસ્થા

રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ 6 થી 14 વર્ષની વયના બાળકો માટે એક થી 8 ધોરણ સુધી નિશુલ્ક શિક્ષણની વ્યવસ્થા છે. જોકે બાળકીઓ તો ચાર વર્ષ પણ પૂરા કરી શકતી નથી. ઉપરાંત હાલમાં તો સ્કૂલ બંધ છે અને ડિજિટલ શિક્ષણ અપાઈ રહ્યું છે. તેના કારણે નુકસાન બાળકીઓને જ થઈ રહ્યું છે. કારણ કે ઘરમાં ઓનલાઈન શિક્ષણ માટે એક ડિવાઈસ હોય તો છોકરીની જગ્યાએ છોકરાને અભ્યાસ માટે પ્રાથમિકતા અપાઈ રહી છે. બીજી તરફ સ્કૂલ બંધ હોવાથી બાળકીઓને ઘરકામમાં લગાડી દેવાય છે અને તેના કારણે તેમનુ ઓનલાઈન શિક્ષણ બગડી રહ્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!