GSTV

સામાન્ય ભૂલ પર સ્કૂલની વિદ્યાર્થીની કરાવી એટલી ઉઠક-બેઠક, આખી જિંદગી માટે થઇ ગઈ અપંગ

Last Updated on October 8, 2021 by Pritesh Mehta

સ્કૂલમાં બાળકો નાની-મોટી મસ્તી તો કરતા જ હોય છે. આ કોઈ નવી વાત નથી કે બાળકો ચાલુ ક્લાસમાં ટિફિન ખાતા પકડાય, અથવા બાળકો ટિફિનમાં એવું કઈ લાવ્યા હોય તે સ્કૂલમાં લાવવાની અનુમતિ ન હોય. ચીનમાં પણ એક બાળકીએ આ પ્રકારની જ શૈતાની કરી અને સ્કૂલના ડોરમેટ્રીમાં કંઈક એવો નાસ્તો મુક્યો જે જોયા બાદ ટીચર્સ તેના પર એટલા ગુસ્સ થઇ ગયા કે તેની પાસે અસંખ્ય ઉઠકબેઠક કરવાની સજા આપી દીધી.

સ્કૂલ

બાળકીની ઉંમર માત્ર 14 વર્ષ છે અને તે સાઉથ વેસ્ટર્ન ચીનના સિચુઆન પ્રાંતમાં એક હાઈસ્કૂલમાં ભણે છે, બાળકીની માં ઝાઉએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ઘટના 10જૂનની રાત્રે 10 વાગે બની. તેમની દીકરીના સ્કૂલની એક ટીચરને અમુક નાસ્તો મળ્યો હતો. આ અંગે પૂછપરછ કરતા બાળકીએ ઇન્કાર પણ કર્યો કે તે નાસ્તો તેનો નથી. તેમ છતાં તેની ટીચરે તેને 300 ઉઠક-બેઠક કરવાની સજા આપી.

કઠિન સજાથી અપંગ થઇ ગઈ વિદ્યાર્થીની

વિદ્યાર્થીનીને 300 ઉઠક-બેઠકની સજા આપીને ટીચર ત્યાંથી જતી રહી. ત્યાં હાજર અન્ય ટીચરને કામ લગાડી દીધા હતા. તે જોતી રહી કે સજા દરમ્યાન કોઈ લાપરવાહી  થાય નહી. બાળકીને એપ્રિલ 2020માં પગમાં ઈજા થઈ હતી, તેના વિશે ખબર હોવા છત્તાં કોઈપણ તેની સજા રોકી નહોતી. 150 ઉઠ બેસ ક્યા પછી બાળકીની હાલત અત્યંત લથડી ગઈ અને તેના માતા પિતા તેને લઈને શહેરના તમામ હોસ્પિટલોમાં ગાય, આખરે ડોક્ટરોએ જણાવ્યું કે બાળકી હંમેશા માટે વિકલાંગ થઈ ગઈ છે. અને તેને હવે બૈસાખી-કાખ ઘોડીના સહારે ચાલવું પડશે. તે ઘટના પછી બાળકી મે ડિપ્રેશન આવી ગયું છે, અને તેની પણ દવાઓ લઈ રહી છે.

હવે સ્કૂલ વળતર આપવા તૈયાર

બાળકીની આ સ્થિતિ અંગે જયારે સ્કૂલને ખબર પડી તો સ્થળ પર હાજર ટીચર્સ અને સ્ટાફને તત્કાલીન અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જયારે સમગ્ર મામલાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સ્થાનિક ખબરો મુજબ સ્કૂલ તરફથી બાળકીના માતા-પિતાને 13 લાખનું વળતર પણ આપવાનું કહેવામાં આવ્યું છે. જોકે, વિદ્યાર્થીનીના માતા-પિતાએ આ વળતર સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. ચીનમાં આ પ્રકારની આ બીજી ઘટના છે. આ પહેલા એક જુદો કરાટે કોચએ 7 વર્ષની બાળકીને 27 વખત મેટ પર પટકીને તેનો જીવ જ લઇ લીધો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!