રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના વડગામથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે. 25 તારીખ સુધી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્વના કાર્યક્રમો યોજાશે.

25 તારીખ સુધી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્વના કાર્યક્રમો યોજાશે
જે અંતર્ગત અલગ અલગ જિલ્લાઓમાં પ્રધાનો, સાંસદો અને આઇપીએસ તેમજ આઇએએસ અધિકારીઓ કાર્યક્રમમાં જશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે 90ના દાયકામાં ડ્રોપઆઉટ રેશિયો 64 ટકા હતો. જે હવે 3.2 ટકા જેટલો છે. મહત્વનું છે કે વર્ષ 2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા આ કાર્યક્રમ શરૂ કરાયો હતો. શાળા પ્રવેશોત્સવની આ 17મી શ્રૃંખલા છે.
READ ALSO
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ પૂરી દુનિયા બદમાશ હો ગઈ’
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
- Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ
- સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો
- મહારાષ્ટ્ર / શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતાનું વિવાદાસ્પાદ નિવેદન, 40 લોકો માત્ર જીવતી લાશો