રાજ્યભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્ર 2018-19નો પ્રારંભ થઇ રહ્યો છે. ઉનાળું વેકેશન પૂર્ણ થતાં જ સુમસામ બનેલી શાળાઓના પટાંગણો ભૂલકાઓના કલરવથી જીવંત થઇ ઉઠી છે.
નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને કુલ 247 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા એકેડેમિક કેલેન્ડર મુજબ. પ્રથમ સત્રમાં 116 દિવસ અને બીજા સત્રમાં 131 દિવસનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે.
સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજા મળશે. પ્રથમ સત્રના અંતે 5 નવેમ્બરથી તમામ શાળાઓમાં 21 દિવસીય દિવાળી વેકેશનનો પ્રારંભ થશે.
26 નવેમ્બરથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે. 2019ના વર્ષમાં 35 દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ 5 મેથી થશે. જે 9 જુન સુધી ચાલશે. 10 જૂન.2019થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે.