GSTV

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

SCHOOL

Last Updated on August 2, 2021 by pratik shah

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ થઈ ગયું છે.. જ્યારે આ અગાઉ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે વાલીઓને ફીમાં કોઈ માફી આપવામાં આવી નથી. જેનું પાલન નવા સત્રમાં ન કરવામાં આવતા ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે.. આ પત્રમાં જિલ્લા શિક્ષણ અધિકારીની ભૂમિકાની શંકામાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

જિલ્લા શિક્ષણ અધિકારીની ભૂમિકાની શંકામાં

ગૂજરાત વાલી એકતા મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. વાલી મંડળે આ પત્ર દ્વારા વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવાની માંગ કરી છે. વધુમાં પત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, અનેક ખાનગી શાળાઓ વાલી પાસેથી FRC કરતા વધારે ફી લઈ રહી છે. શિક્ષણની આડમા ખાનગી શાળાઓ ભષ્ટ્રાચારમા ગળાડુબ રહેલી છે. ખાનગી શાળાઓની ગેરરીતીની વિરુધ્ધમા શિક્ષણ વિભાગની શંકાસ્પદ કામગીરી સામે આવી છે. FRCની વાલીઓના હિતમા નિષ્ફળ કામગીરી રહેલી છે.

FRCની વાલીઓના હિતમા નિષ્ફળ કામગીરી

જ્યારે FRCની રચનામા વાલીની ઉણપ છે. સંચાલકો અને શિક્ષણ વિભાગની કામગીરીમા મોટા પ્રમાણમા ભષ્ટ્રાચાર ના એધાણ રહેલા છે. શાળાઓ વાસ્તવીકરૂપે શરુ ન થાય ત્યા સુધી 50% ફી માફી કરવા માંગ ઉભી કરવામાં આવી છે. હાલ 25 % ફી માફીનો નિર્ણય યથાવત હોવા છતા સંચાલકો કરી રહયા છે પુરી ફી ની પઠાણી ઉધરાણી કરવામાં આવી રહી છે. શિક્ષણમંત્રીના આદેશની અવગણના છતા શિક્ષણ વિભાગ ચુપ છે. FRC ની પરવાનગી શાળાઓએ કર્યો તોતીંગ ફી વધારો, સંચાલકો વસુલી રહયા છે ગેરવ્યાજબી ફી ના ૨૫ મા કરોડો રુપીયા કમાયા છે. સરકારની નિષ્ફળ કામગીરી થી વાલીના હાલ બેહાલ છે.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!