GSTV
Home » News » અમદાવાદમાં સ્કૂલ રીક્ષા અને સ્કૂલવાનના ચાલકોની ગુરૂવારે હડતાળ

અમદાવાદમાં સ્કૂલ રીક્ષા અને સ્કૂલવાનના ચાલકોની ગુરૂવારે હડતાળ

અમદાવાદમાં સ્કૂલવાન અને સ્કૂલરીક્ષા ચાલકોએ ગુરૂવારે હડતાળની જાહેરાત કરી છે. અમદાવાદમાં સ્કૂલ વાનને સોમવારે અકસ્માત નડયા બાદ પોલીસ અને આરટીઓએ ફરી સ્કૂલ વાનનુ ચેકિંગ કરવાનુ શરુ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદમાં જે વાલીના સંતાનો સ્કુલવાન કે સ્કુલ રીક્ષામાં સ્કુલે જતા હોય તો તેઓએ આવતીકાલે તેમના બાળકોને ખુદ શાળાએ મૂકવા જવું પડશે કેમકે ગુરૂવારે અમદાવાદમાં સ્કુલવાન અને સ્કુલ રીક્ષાચાલકોએ હડતાળની જાહેરાત કરી છે.

સ્કુલ વર્ધી એસોસિએશન દ્વારા આ હડતાળનું એલાન કરાયુ છે.સ્કુલ વર્ધી એસોસિએશને આરટીઓ દ્વારા થતી કનડગતને લઇને આ હડતાળનું એલાન કર્યુ છે.

આ એલાનથી આવતીકાલે સ્કુલ રીક્ષા અને વાનમાં જતા બાળકોને તેમજ તેમના વાલીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે.

READ ALSO

Related posts

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે માધવરાયજી મદિરમાં ઘુસ્યું પાણી

Nilesh Jethva

ઇડર સિવિલ હોસ્પિટલમાં દારૂ પીને આવેલા દર્દીએ ડોક્ટરને માર મારી કર્યો હોબાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!