GSTV

પ્રશ્નોના વ્યવહારૂ ઉકેલનું આશ્વાસન મળતા આખરે સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાઇ

Last Updated on June 21, 2019 by Arohi

અમદાવાદમાં આજે ગુરૂવારે સ્કૂલવાન ચાલકોની હડતાળને લઇને હજારો વિદ્યાર્થીઓ-વાલીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ટ્રાફિક અને આરટીઓ શાખા દ્વારા આડેધડ અને જોહુકમીપૂર્વક બેફામ રીતે સ્કૂલવાન-રિક્ષાઓને દંડવાનું શરૂ કરાતા તેના વિરોધમાં આજે હડતાલ અપાઇ હતી. એકબાજુ વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે તંત્ર તેની કાર્યવાહી યોગ્ય ઠેરવી રહ્યું હતું. તો બીજી બાજુ સ્કૂલવાન ચાલકો સરકારના બેવડા નીતિનિયમોના મુદ્દે મેદાને પડયા હતા. જોકે દિવસભરના ટકરાવ બાદ બંને પક્ષો વચ્ચેની વાટાઘાટો સફળ રહી હતી. જેમાં આખરે સમસ્યાનું યોગ્ય નિકાલ લાવવાનું નક્કી કરતા હડતાળ સમેટાઇ ગઇ હતી.

સ્કૂલવાનોની હડતાળના મામલે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કેેે સ્કૂલ વર્ધી સંચાલકોના પ્રશ્નો અને તેના વ્યવહારૂ ઉકેલ લાવવા માટે યોજાયેલી વાટાઘાટો સફળ રહી હતી. જેના પગલે આવતીકાલ શુક્રવારથી સ્કૂલવર્ધી વાન-રિક્ષાઓ હળતાળ સમેટીને રાબેતા મુજબ પૂર્વવત ચાલુ થઇ જશે. બાળકોના હિતમાં કાર્ય કરવા અપીલ કરાઇ હતી.

વાહનોના રજીસ્ટ્રેશન, પાર્સિંગ ઝડપથી થાય તેમજ ખાનગીમાંથી ટેક્સીવાનમાં કન્વર્ટ કરવાની સમય મર્યાદા વધારવાની માંગણીઓ પ્રત્યે સરકાર હકારાત્મક વલણ ધરાવે છે. અને આરટીઓના કાયદાની મર્યાદામાં રહીને સ્કૂલ વર્ધી સંચાલકોની મુશ્કેલીઓ દુર કરવાની તેઓએ ખાતરી આપી હતી.

નિકોલની પંચામૃત સ્કૂલની ઘટના બાદ આરટીઓ અને ટ્રાફિક શાખા દ્વારા મોટાપાયે સ્કૂલવાન-રિક્ષાઓને દંડવાનું , જપ્ત કરવાનું શરૂ કર્યું હતું. તેના વિરોધમાં આજે ગુરૂવારે હળતાલ અપાઇ હતી. અમદાવાદમાં આશરે દશ હજારથી વધુ સ્કૂલવાન-રિક્ષાઓ બંધમાં જોડાઇ હતી. જેના પગલે શૈક્ષણિક કાર્ય પર ભારે અસર થવા પામી હતી.

વાલીઓએ જાતે વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી હતી. તો કેટલાક કિસ્સામાં તો વિદ્યાર્થીઓ સ્કૂલે પણ જઇ શક્યા નહોતા. વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા-લેવા જવાનું થતા વાલીઓએ પણ દિવસભર હેરાનગતી વેઠવી પડી હતી. મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે સ્કૂલવાન-રિક્ષાની હડતાળ આખરે સમેટાઇ જતા સ્કૂલોના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારે હાશકારાની લાગણી અનુભવી હતી.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

એક્શનમાં વિપક્ષ / કોંગ્રેસે કોર્પોરેશનની ઓફિસો અને હોસ્પિટલોમાં બાઉન્સરો રાખવાનો ઉઠાવ્યો મુદ્દો, ઉગ્ર વિરોધ કરવાની ઉચ્ચારી ચિમકી

GSTV Web Desk

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!