GSTV

School Reopen: લૉકડાઉનના 10 મહિના બાદ આજથી આ રાજ્યોમાં ખુલી રહી છે સ્કૂલો, કેમ્પસમાં લાગુ થશે આ પ્રોટોકોલ

સ્કૂલો

Last Updated on January 27, 2021 by pratik shah

કોરોના કાળમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના આશરે 10 મહિના બાદ અનેક રાજ્યો હવે સ્કૂલો ખોલવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમાંથી મહારાષ્ટ્ર, મણિપુર અને રાજસ્થાન જેવા અનેક રાજ્યો આજથી એટલે કે 27 જાન્યુઆરીથી ચરણબદ્ધ રીતે પોતાની સ્કૂલોને ફરીથી ખોલવાની યોજના બનાવી રહ્યાં છે. સ્કૂલો ખોલવા માટે રાજ્ય સરકારોએ પોતપોતાની રીતે એસઓપી તૈયાર કરી છે. સ્કૂલોને અનેક કોવિડ-19 સિક્યોરિટી મેઝર્સ સાથે ફરીથી ખોલવામાં આવશે. આ રાજ્યોમાં સ્કૂલ ફક્ત સીનિયર ક્લાસીઝ માટે ચરણબદ્ધ રીતે ફરીથી ખુલી રહી છે.

સ્કૂલો

આ રાજ્યોમાં ફરીથી ખુલી રહી છે સ્કૂલો

દિલ્હી-ઉત્તરપ્રદેશ, બિહાર સહિત અધિકાંશ રાજ્યોએ વિદ્યાર્થીઓ માટે આગામી બોર્ડ પરીક્ષાઓની તારીખને જોતા ફક્ત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરીથી ખોલી છે. જણાવી દઇએ કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઇ સહિત અન્ય રાજ્ય બોર્ડ્સે પણ પરીક્ષાની તારીખો સુનિશ્વિત કરી દીધી છે.

પરીક્ષા

મેમાં લેવાશે સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ

આ અંગે સીબીએસઇ બોર્ડે કહ્યું કે સીબીએસઇ બોર્ડ પરીક્ષા 2021નું આયોજન 10 અને 12 મેએ કરવામાં આવશે. આ રીતે અન્ય રાજ્ય બોર્ડોએ પણ મે મહિનામાં પોતાની બોર્ડ પરીક્ષાઓ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. એવા અનેક રાજ્યો છે જેમણે હજુ પણ પોતાના ક્ષેત્રોમાં સ્કૂલોને ફરીથી ખોલવા માટે અંતિમ તારીખ નક્કી કરી નથી.

દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, ઓડિશા વગેરે રાજ્યોએ પહેલા જ ઉચ્ચ કક્ષાઓ માટે સ્કૂલોને ફરીથી ખોલી નાંખી છે. સાથે જ હવે મહારાષ્ટ્ર, મણિપુર અને પંજાબમાં ફરીથી સ્કૂલો ખુલવા જઇ રહી છે. આ ત્રણ રાજ્યોની સ્કૂલો આજથી એટલે કે 27 જાન્યુઆરીથી ફરીથી ખુલવા માટે તૈયાર છે.

સ્કૂલો

મહારાષ્ટ્રમાં તમામ ક્ષેત્રોમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી

મહારાષ્ટ્રની સરકાર ઠાણે અને ગ્રામીણ વિસ્તારોની સ્કૂલોને 10 મહિના માટે બંધ કર્યા બાદ આજથી તમામ હાઇ સ્કૂલને ફરીથી ખોલવા જઇ રહી છે. મહારાષ્ટ્રની સ્કૂલોએ ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે અન્ય તમામ ક્ષેત્રોમાં ફરીથી સ્કૂલ ખોલવાની યોજના બનાવી છે. અહીં કોવિડ19ને લગતા સુરક્ષાના દિશાનિર્દેશ લાગુ કરવામાં આવી રહ્યાં છે.

સ્કૂલો

આ નિયમોનું કરવુ પડશે પાલન

સાથે જ આ મામલે પંજાબ સરકાર સૌથી આગળ છે. પંજાબમાં આજથી ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોને ફરીથી ખોલવાની યોજના છે. સ્કૂલોનો સમય આ ધોરણો માટે પહેલા જેવો જ હશે અને વિદ્યાર્થીઓને ક્લાસમાં હાજર રહેતા પહેલા પોતાના માતા-પિતા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા સહમતિ ફોર્મ જમા કરાવવાનું રહેશે. સાથે જ પંજાબમાં ધોરણ 1 અને 2ની સ્કૂલો પણ 1 ફેબ્રુઆરીથી ફરીથી ખોલવાની તૈયારી છે.

મણિપુર સરકારે આજથી રાજ્યમાં સ્કૂલો અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. જો કે ફિઝિકલ ક્લાસીસ ફક્ત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ફરીથી શરૂ થશે. રાજ્યએ તમામ સ્કૂલોને રાજ્ય સરકાર દ્વારા જારી કોવિડ-19 સુરક્ષા દિશાનિર્દેશો અને પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે પાલન કરવા કહ્યું છે.

Read Also

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!