દિલ્હી સરકારે દશમાં અને બારમાં ધોરણના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આપ્યા છે. અહીં શાળાઓ હવે 18 જાન્યુઆરીથી ખુલી જશે. બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત દિવસોમાં જ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યુ હતું કે, બોર્ડ પરીક્ષાઓને જોતા અમે શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે.

વાલીઓની સહમતી સાથે બાળકોને બોલાવામાં આવશે
આ અંગે શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા ટ્વીટ કરીને કહ્યુ હતું કે, દિલ્હીમાં CBSE બોર્ડની પરીક્ષાઓ અને પ્રેક્ટિકલને ધ્યાને રાખીને 10માં અને 12માં ધોરણના ક્લાસ 18 જાન્યુઆરીના રોજ પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ, કાઉંન્સિલીંગ જેવી પ્રક્રિયા માટે શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. વાલીઓની સહમતી સાથે બાળકોને બોલાવામાં આવશે. બાળકોને આવવા માટે ફરજિયાત ફોર્સ કરવામાં આવશે નહીં.
કેજરીવાલ સરકારે સ્કૂલ બંધ કરવાનો આદેશ આપ્યો હતો
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોના વાયરસના કહેરને જોતા 16 માર્ચ, 2020થી કેજરીવાલ સરકારે સ્કૂલ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જેને લઈને રાજધાનીની તમામ સ્કૂલો બંધ હતી. જો કે, ત્યાં ઓેનલાઈન ક્લાસિસ ચાલતા હતા. જો કે, હવે કોરોનાની ગતિ ધીમી પડતા અને વૈક્સિનેશનની પ્રક્રિયા શરૂ થતાં શાળાઓ ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પંજાબ અને ગુજરાતમાં ખુલી ચુકી છે શાળાઓ
પંજાબ સરકારે 7 જાન્યુઆરીથી રાજ્યમાં તમામ સ્કૂલો ખોલી દીધી છે. તમામ સરકારી, અર્ધ સરકારી અને તમામ પ્રાઈવેટ શાળાઓ ખુલી રહી છે. શાળાઓ શરૂ કરવાનો સમય સવારે 10થી બપોર 3 વાગ્યા સુધીનો છે. હાલમાં ધોરણ 5 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને શાળાએ આવવાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં 11 જાન્યુઆરીથી 10માં અને 12 ધોરણના ક્લાસવાળા બાળકો સ્કૂલે આવી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- નગર પાલિકા રિઝલ્ટ/ હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસના ભૂંડા હાલ, ભાજપ આટલી બેઠક પર આગળ
- ઉત્તર ગુજરાત/ નીતિન પટેલનો ગઢ જીત્યા બાદ વધુ બે નગરપાલિકામાં કમળ ખીલ્યુ, જાણો કેટલી બેઠકો સાથે થયો વિજય
- તાલુકા પંચાયત/ 12 વાગ્યા સુધીમાં 1 હજારથી વધુ બેઠકો પર ભાજપનો ભગવો, 300થી વધુ બેઠકોમાં પંજાને સાથ
- LIVE: 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો, કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં, ધાનાણી અને ભરતસિંહના ગઢમાં ગાબડા
- સુરત મનપામાં રંગ રાખ્યા બાદ એક વાર ફરી ‘આપ’ના શ્રી ગણેશ, સૌરાષ્ટ્ર, સુરત અને સાબરકાંઠામાં હાંસલ કરી 46 બેઠકો