GSTV

2 છોકરાઓ સાથે સંબંધ બનાવવાને લઈને ટીચરની ગઈ હતી નોકરી, હવે મળ્યા 6 કરોડ રૂપિયા

Last Updated on November 18, 2019 by Karan

એક પ્રાયમરી સ્કૂલનાં ટીચરને 2 છોકરાઓ સાથે સંબંધ બનાવવા માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. પરંતુ હવે આ ટીટરને લગભગ 6.4 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલો બ્રિટનનાં પોર્ટ ટાલબોટનો છે.

બીબીસીનાં રિપોર્ટ મુજબ, ટિવિન પ્રાયમરી સ્કૂલમાં ભણાવતાં મેથ્યૂ એપલિને ડેટિંગ એપ દ્વારા 17 વર્ષનાં બે છોકરાઓ સાથે મુલાકાત કરી હતી. અને તેમનાં સંબંધ રહ્યા હતા. પરંતુ સ્કૂલનાં સંચાલકોએ તેને ખોટું ગણીને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા.

ટીચર પર સ્કૂલ તરફથી આરોપ લગાવવામાં આવ્યા હતાકે, તેમના વ્યવહારથી સ્કૂલની બદનામી થશે અને હેડ ટીચર તરીકે આવું કરવું યોગ્ય નથી, પરંતુ એક ટ્રિબ્યુનલે ટીચરના દાવાને યોગ્ય માન્યો કે તેની સાથે સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનનાં આધાર પર ભેદભાવ કરવામાં આવ્યો છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

ટ્રિબ્યૂનલનાં નિર્ણયની સામે સ્કૂલ સંચાલકોએ અપીલ કરી, પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. હવે ટ્રિબ્યૂનલે સ્કૂલને લગભગ 6.4 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ટ્રિબ્યૂનલે પોતાનાં નિર્ણયમાં કહ્યુકે, ટીચરનાં વ્યવસાયમાં હોવા છતા પણ તેમને વ્યક્તિગત રીતે જીવવનો હક છે. ટીચરને નોકરીમાંથી કાઢી મૂકવા માટે સ્થાનિક એજ્યુકેશન ઓથોરિટીને મનાવી લેવા માટે પણ ટ્રિબ્યૂનલે સ્કૂલ પ્રશાસકોની નિંદા કરી હતી.

READ ALSO

Related posts

પર્યટકો માટે આનંદના સમાચાર વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચીનના બેઝ કેમ્પની લઈ શકશે મુલાકાત!

pratik shah

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari

BJPના ધારાસભ્યનું વિવાદીત નિવેદન: જોધા-અકબરના નહોતા થયાં પ્રેમલગ્ન, લુંટારાઓએ સત્તા માટે બહેન-દિકરીઓને કુરબાન કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!