રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના અમલ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સરકારે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે ગરીબ અને સમાજના નબળા વર્ગના બાળકો માટે 25 ટકા બેઠકો ચાલુ વર્ષથી જ અનામત રાખશે.
રાજ્યમાં 9 હજારથી વધુ શાળાઓમાં કુલ એક લાખ પાંચ હજાર વિદ્યાર્થીઓને આરટીઇ એક્ટ હેઠળ પ્રવેશ અપાશે.
આરટીઇના અમલના મામલે થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટના કડક વલણ બાદ સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેની નોંધ લેતા હાઇકોર્ટે સરકારના હકારાત્મક અભિગમની પ્રશંસા પણ કરી. હાઇકોર્ટ દ્વારા આગામી 3 મેના રોજ ચુકાદો અનામત રખાયો છે.