GSTV

મહામારીમાં ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ધરખમ ફી વધારાની માંગ કરી, 10થી 54 ટકાનો માંગ્યો વધારો! વાલીઓ રહેજો તૈયાર

Last Updated on August 6, 2021 by pratik shah

મહામારીમાં ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ધરખમ ફી વધારાની માંગ કરી છે.કોરોના સમયમાં પણ અમદાવાદની જાણીતી શાળાઓએ 10થી 54 ટકા સુધીનો ફી વધારો માંગ્યો છે. સેટેલાઈટની આનંદનિકેતન સ્કૂલે 20 ટકા ફી વધારો માંગ્યો છે.  તો બોપલની સત્યમેવ જયતે સ્કૂલે 51 ટકા ફી વધારો માંગ્યો છે.

school

બોડકદેવની પ્રકાશ સ્કૂલે 10 ટકા ફી વધારો માંગ્યો છે. તો બોપલ DPS સ્કૂલે અધધ 54 ટકા ફી વધારો માંગ્યો છે. ઉદગમ સ્કૂલે 10 ટકા ફી વધારો માંગ્યો આવનાર ત્રણ વર્ષ માટે સ્કૂલોએ FRC સામે ફી વધારા માટેની આ દરખાસ્ત કરી છે.

રાજ્યમાં કોરોનાના કેસો ધીરે-ધીરે ઘટી ગયા છે ત્યારે રાજ્યમાં શાળાઓ પણ શરૂ કરી દેવાઇ છે. ત્યારે રાજ્યમાં ધોરણ 9થી 12ના ચાલુ કરાયેલા વર્ગો બાદ ધોરણ 6થી 8ના વર્ગો ચાલુ કરવા મુદ્દે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. જેમાં ધોરણ 6થી 8ના વર્ગો ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યારે રાજ્યમાં ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે 6થી 8ના વર્ગો ચાલુ કરવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.’

READ ALSO

Related posts

ઝટકો : દેશવાસીઓ પર મોદી સરકારે ન કરી દયા, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે, કોરોનાની દવા મફત મળશે, ઝૌમેટો પર આટલો ટેક્સ લગાવશે

Pravin Makwana

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!