GSTV

BIG NEWS/ ગુજરાતમાં 23મીએ નહીં ખુલે શાળા-કોલેજો, સરકારે નિર્ણય મોકૂફ રાખ્યો

Last Updated on November 19, 2020 by Pravin Makwana

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, જો કે, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂર આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. હજૂ થોડા કલાકો પહેલા જ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા આખી વાત જણાવી હતી, જેમાં રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઈને તેમને આદેશ આપ્યા હતા. જો કે, તેના થોડા કલાક બાદ જ અમદાવાદમાં નાઈટ કર્ફૂ્યુ લગાવાની જાહેરાત થઈ હતી.

અમદાવાદમાં લગાવામાં આવેલા કર્ફ્યૂ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓને સતત એક પ્રશ્ન સતાવી રહ્યો હતો કે, કર્ફ્યૂની સ્થિતીમાં આખરે શાળાએ કઈ રીતે જવું. વાલીઓ પણ દ્વિધામાં હતા કે, કોરોનાની આવી ભયંકર સ્થિતીમાં આખરે કોઈ વાલી પોતાના માસૂમ બાળકોને શાળાએ કઈ રીતે મોકલે. જો કે, આખરે મોડે મોડે પણ સરકારને બ્રહ્મ જ્ઞાન થયુ હોય તેમ શાળાઓ અને કોલેજને 23મીએ નહીં ખોલે.

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આવતીકાલથી રાત્રિના 9 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. સાથે શનિવાર અને રવિવારના દિવસે દિવસ દરમિયાન પણ સંપૂર્ણ કર્ફ્યૂ રહેશે. બાદમાં સોમવારથી રાબેતામુજબ પ્રવૃતિ ચાલુ રહેશે, પણ નાઈટમાં પાછુ કર્ફ્યૂ રહેશે.ત્યારે આ નિર્ણય બાદ હવે અમદાવાદમાં આવતીકાલે રાત્રિના 9 વાગ્યાથી સતત 60 કલાક સુધી કર્ફ્યૂ રહેશે. આ સાથે જ અહીં દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.

અમદાવાદમાં વકરેલા કોરોનાને કાબૂ કરવા જનતા કરફયૂ લગાવાની ફરજ પડી છે. અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફયૂ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અમદાવાદ શહેર માટે લેવાયો છે. જેથી લોકોને કામ વગર બહાર ન નીકળવાની સૂચના આપી દેવાય છે.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!