GSTV

શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ શાળા સંચાલક મંડળે કહ્યું, અમને ન્યાયાલય પાસે અનેક આશાઓ હતી

Last Updated on September 18, 2020 by

શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને શાળા સંચાલક મંડળે નિરાશા અનુભવી છે. અડાજણની પ્રેસિડેન્સી શાળાના આચાર્ય દીપિકા શુકલા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દીપક રાજ્યગુરુએ હાઇકોર્ટના હુકમ અંગે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓને ન્યાયાલયથી અનેક આશાઓ હતી.પરંતુ હવે નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો છે.

શાળા સંચાલકો પહેલાથી 25 ટકા ફી ઘટાડવા તૈયાર હતી

શાળા સંચાલકો પહેલાથી 25 ટકા ફી ઘટાડવા તૈયાર હતી.પરંતુ આ મામલે કોઈ સુખદ અંત આવ્યો નહોતો.જે પ્રમાણે સરકારે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું,તે પ્રમાણે શાળાના કર્મચારીઓ – શિક્ષકો માટે પણ સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ છે.જેથી વાલીઓને પણ સંચાલકો ફીમાં રાહત આપી શકે અથવા ફી માફી સુધીની સગવડ પુરી પાડી શકે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વાલીઓ અને બાળકોમાં હિતમાં બેઠક કરવાની પણ તૈયારી દાખવી છે.

READ ALSO

Related posts

પંજાબમાં ‘ઉનાકાંડ’: દલિત યુવકે પગાર માંગ્યો તો પહેલા તેને ટેક્ટર સાથે બાંધી દીધો અને માર્યો ઢોરમાર, 2 આરોપીઓની ધરપકડ

Pritesh Mehta

માંગણી / શિક્ષણની આડમાં ખાનગી શાળાઓ કરી રહી છે ભ્રષ્ટાચાર, આક્ષેપ સાથે વાલીઓની 50 ટકા ફી માફીની માંગ

Dhruv Brahmbhatt

RBIનો નવો નિયમ: દેશની મોટી બેન્કોએ બંધ કર્યા લાખો ખાતાઓ, હવે શું કરશે ખાતાધારકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!