GSTV
Surat Trending ગુજરાત

સુરત / શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓના પરમીટ કાર્ડ અટકાવ્યા, 80 હજાર ડોનેશન ચુકવ્યું છતાંય વાલીઓને કરાય છે હૈરાન

પરમીટ કાર્ડ

સુરતના અઠવા લાઇન્સ ખાતે મેટાસ સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના પરમીટ કાર્ડ અટકાવી દેવામાં આવ્યા હોવાના આરોપ છે. આ મામલે વાલીઓએ સુરત જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. વાલીઓ તરફથી સ્કૂલ ફી ભરી દેવામાં આવી છે. વાલીઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે શાળામાં 80 હજાર જેટલી ડોનેશન પેટેની ફી જમા છે. તેમ છતાં વધુ ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જે ફી વાલીઓ ભરવા તૈયાર નથી.

પરમીટ કાર્ડ

બીજી તરફ જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી શાળાને નોટિસ નીકળી ચુકી છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી તરફથી પણ શાળાને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. વાલીઓએ કહ્યું હતું કે જિલ્લા શિક્ષણાધિકારી તરફથી શાળાને નોટિસ પાઠવવામાં નહીં આવતા વિદ્યાર્થીઓના પરમીટ કાર્ડ અટકી પડ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર

pratikshah

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah
GSTV